Thursday, 28/03/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના ઘાણીખુટ ગામના બે ઇસમો દ્વારા મારગાળા ગામના દંપતીની મોટરસાયકલને અકસ્માત સર્જી પરણીતાનુ અપહરણ કરી જતા ચકચાર.*

May 3, 2023
        2450
ફતેપુરા તાલુકાના ઘાણીખુટ ગામના બે ઇસમો દ્વારા મારગાળા ગામના દંપતીની મોટરસાયકલને અકસ્માત સર્જી પરણીતાનુ અપહરણ કરી જતા ચકચાર.*

બાબુ સોલંકી સુખસર 

*ફતેપુરા તાલુકાના ઘાણીખુટ ગામના બે ઇસમો દ્વારા મારગાળા ગામના દંપતીની મોટરસાયકલને અકસ્માત સર્જી પરણીતાનુ અપહરણ કરી જતા ચકચાર.*

ફોરવીલર ગાડી દ્વારા યુવાનને તથા તેની સાત વર્ષની બાળકીને કપાળના તથા શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચાડી પત્નીનું અપહરણ કરી જતા સુખસર પોલીસમાં ગુનો દાખલ કરાયો.

( પ્રતિનિધિ ) સુખસર,તા.3

ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં દિન પ્રતિદિન અવનવા બનાવો બની રહ્યા છે.અને સામાન્ય માણસને પોતાની સલામતી ઉપરથી ભરોસો ઉઠી રહ્યો છે.જ્યારે મારામારી,અપહરણ, હત્યા જેવા બનાવો સામાન્ય બાબતોના સ્થાને આવી ચૂક્યા છે.જેથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતી જતી હોવાનું બની રહેલા બનાવો ઉપરથી જાણવા મળે છે.જેમાં વધુ એક બનાવ મારગાળા ગામના મોટરસાયકલ ઉપર પસાર થઈ રહેલા દંપતી સહિત બાળકીની મોટરસાયકલને ઘાણીખુટ ગામના બે ઈસમોએ પાછળથી ટક્કર મારી બાપ- બેટીને માથામાં તથા શરીરે ઇજાઓ પહોંચાડી પરણીતાને ફોર વ્હિલર ગાડીમાં નાંખી અપહરણ કરી જતા પંથકમાં ચકચાર મચી જવા પામી હોવાનું જાણવા મળે છે. મોટરસાયકલને અકસ્માત કરી પરણિતાનું અપહરણ કરી જનાર બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના મારગાળા ગામના મછાર ફળિયામાં રહેતા કલ્પેશભાઈ રામાભાઇ મછાર 1.મે- 2023 ના રોજ પત્ની હંસાબેન તથા દીકરી આયુષી ઉ.વ.7 નાઓ ઘરેથી મોટર સાયકલ ઉપર બોરીદા ગામે તેઓના સંબંધીના ઘરે રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં ગયેલ હતા.અને લગ્ન પ્રસંગમાં ચાંદલા વિધિ બાદ પોતાના કબજાની મોટરસાયકલ ઉપર ઘરે આવવા નીકળેલા અને રાત્રિના 10:30 વાગ્યાના અરસામાં વાંકાનેર ગામે પુલીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા.તેવા સમયે પાછળથી ફોરવીલર ગાડી વાળાએ મોટરસાયકલને ટક્કર મારી રોડની સાઈડમાં આવેલ પુલિયાના ખાડામાં પટકાવી દેતા કલ્પેશભાઈ, પત્ની હંસાબેન તથા દીકરી આયુષી આ ઙત્રણે જણા મોટરસાયકલ સાથે ખાડામાં પડી ગયા હતા.અને તેમાં કલ્પેશભાઈ ને માથાના કપાળના ભાગે વાગેલ. જ્યારે આ ફોરવીલર બલેનો ગાડીના લાઈટના અજવાળે જોતાં દીકરી આયુષીને પણ કપાળના ભાગે ઈજા થયેલ હતી.તે પછી કલ્પેશભાઈએ આયુષી તથા પત્ની હંસાબેનને ઉભા કરેલ.તેવામા ટક્કર મારનાર ફોરવીલર ગાડીમાંથી રાહુલભાઈ રમેશભાઈ મકવાણા તથા ગોવિંદભાઈ લાલજીભાઈ દેવધા બંને રહે.ઘાણીખુટ તા.ફતેપુરા નાઓ ગાડીમાંથી નીચે ઉતરી મોટરસાયકલ પાસે આવેલ.અને રાહુલ મકવાણા તથા ગોવિંદ દેવદા એમ બંને જણાએ પત્ની હંસાબેનને પકડી ખેંચીને રોડ ઉપર લઈ ગયેલા. અને બળજબરી હંસાબેનને બલેનો ગાડીમાં બેસાડી રાહુલ મકવાણા એ વચ્ચેનો દરવાજો બંધ કરી ડ્રાઇવર સીટમાં બેસી ગાડી ચાલુ કરી એકદમ ભાગી ગયેલા.આ બાબતે કલ્પેશભાઈએ તેઓના ઘરે ફોન કરી જાણ કરતા તેઓના સ્વજનો આવી ગયા હતા. અને તાત્કાલિક મોટરસાયકલ ઉપર દીકરી આયુષી તથા કલ્પેશભાઈના ઓને સુખસર સરકારી દવાખાનામાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સંતરામપુર ખાનગી દવાખાનામાં રીફર કરવામાં આવ્યા હતા.
ઉપરોક્ત બાબતે કલ્પેશભાઈ રામાભાઇ મછાર દ્વારા સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા રાહુલ ભાઈ રમેશ ઉર્ફે રમણભાઈ મકવાણા તથા ગોવિંદભાઈ લાલજીભાઈ દેવદા બંને રહે.ઘાણીખુટ,તા.ફતેપુરાના ઓની વિરુદ્ધમાં આઇપીસી કલમ 307 (ખૂન કરવાની કોશિશ કરવી),365 (કોઈ વ્યક્તિને ગુપ્ત રીતે અને ગેર ઈરાદાથી અપહરણ કરવું) તથા 114 મુજબ ગુનો દાખલ કરી બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!