ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર તાલુકાના નાની ભુગેડી ગામે ગૌચર જમીન માંથી દબાણ દૂર કરીને માપણી કરી હદ પાળી નક્કી કરવામાં આવી…
સંતરામપુર તા.03
સંતરામપુર તાલુકાના નાની ભુગેડી ગ્રામ પંચાયતના લીલવાસર ફળિયામાં સૌથી જૂનો સર્વે નંબર 217 ના અને નવો સર્વે નંબર 98 અરજદાર સરકારી તંત્રને ગૌચર જમીન માંથી દબાણ દૂર કરવા માટે અને માપણી કરવા માટેની રજૂઆત કરી હતી અને લડત લડી હતી. આજે સરકારી તંત્ર દ્વારા સંયુક્ત તંત્ર મળીને નાની ભુગેડી ગામે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે નાની ભુગડી ગામના લીલવાસર ફળિયામાં સૌથી જૂનો પ્રશ્નનો આખરે અંત આવ્યો તંત્ર દ્વારા આજે સર્વે નંબર નક્કી કરીને ગૌચર જમીનની માપણી કરવામાં આવેલી હતી. માપણી કર્યા બાદ હદ પાડ કરી ચૂનાનું માર્કિંગ કરવામાં આવેલું હતું અગાઉ પણ અરજદારી ગૌચર જમીનનું દબાણ દૂર કરવા માટે અરજી કરેલી હતી પરંતુ સર્વોપર થવાના કારણે હાલ પૂરતો તેને બંધ પડેલું હતું પરંતુ આજ રોજ માપણી કરીને હદ પાડી નક્કી કરવામાં આવેલી હતી આજે આ સંયુક્ત ઓપરેશનમાં સંતરામપુર તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સંતરામપુર પોલીસ સ્ટેશનના પીઆઇ અને પોલીસ સ્ટાફ તાલુકા પંચાયત સ્ટાફ ભેગા મળીને આજે ગૌચર જમીન માંથી દબાણ દૂર કરી હદ પાડી નક્કી કરાઈ..