ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર તા.02
સંતરામપુર તાલુકાના ગામડી ગામે નાની દીકરી અને પરણેલી મહિલા મહિલા ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો
સંતરામપુર તાલુકાના ગામડી ગામે ગીતાબેન ના લગ્ન પ્રફુલભાઈ જોડે થયા હતા.ગીતાબેન બે છોકરીઓ હોવાથી તેના પતિ વારંવાર તારે છોકરો નથી તેમ કહીને માનસિક ત્રાસ આપતો હતો.અને વારંવાર ત્રાસ આપતો હતો બોલાચાલી કરી ઝઘડો કરી તકરાર કરી માનસિક ત્રાસ આપતો હતો અને બીજી પત્ની લાવવાનું ઘરમાં લાવવાનું જણાવતો હતો જેના જેના કારણે ગીતાબેને પતિના ત્રાસથી કંટાળીને પોતાની એક દીકરીને ઘર આંગણે પાણીની ટાંકી માં નાખી દીધી અને ઘર ના વચલા રૂમમાં પંખા સાથે સાડી વડે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું પતિના ત્રાસથી નાની દીકરી અને ગીતાબેન આપઘાત કરવા મજબૂર બન્યા હતા ગીતાબેનના પરિવારમાં જીતેન્દ્રભાઈ અર્જન ભાઈ બારીયા સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી સંતરામપુર પોલીસે 306 મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હતી ગીતાબેન ના ઘર વાળા પ્રફુલભાઈ બસ કંડકટર માં ફરજ બજાવી રહ્યા છે.