Friday, 19/04/2024
Dark Mode

દે.બારિયા નગરમાં વાઈફાઈની સુવિધાના કામમાં ૩૫ લાખના કૌભાંડમાં નગરપાલિકાની હાર:પ્રાદેશિક કમિશનર કચેરીએ રિકવરીનો કર્યો આદેશ:પાલિકાના ચીફ ઓફિસરે પાલિકા સદસ્યો પાસેથી રૂ. ૨,૩૩,૩૩૩/- ની વસુલાત માટે નોટીસો ફટકારતા સદસ્યો આઘાતમાં અને પ્રજાજનો ખુશ !

September 1, 2021
        1614
દે.બારિયા નગરમાં વાઈફાઈની સુવિધાના કામમાં ૩૫ લાખના કૌભાંડમાં નગરપાલિકાની હાર:પ્રાદેશિક કમિશનર કચેરીએ રિકવરીનો કર્યો આદેશ:પાલિકાના ચીફ ઓફિસરે પાલિકા સદસ્યો પાસેથી રૂ. ૨,૩૩,૩૩૩/- ની વસુલાત માટે નોટીસો ફટકારતા સદસ્યો આઘાતમાં અને પ્રજાજનો ખુશ !

રાહુલ મહેતા :- દે. બારીયા 

દેવગઢબારિયા નગરમાં વાઈફાઈની સુવિધા ના કામમાં ૩૫ લાખના કૌભાંડમાં નગરપાલિકાની હાર: પ્રાદેશિક કમિશનર કચેરીએ રિકવરીનો કર્યો આદેશ,

વાઈફાઈની સુવિધાઓ માટે રૂ.૩૫ લાખનો ખર્ચ કર્યા બાદ બેફિકર બની ગયેલા…

દે.બારીઆ પાલિકાના ચીફ ઓફિસરે પાલિકા સદસ્યો પાસેથી રૂ. ૨,૩૩,૩૩૩/- ની વસુલાત માટે નોટીસો ફટકારતા સદસ્યો આઘાતમાં અને પ્રજાજનો ખુશ !

બારીયા તા. 01

 

 

દે.બારીઆ શહેરમાં વાઈફાઈ ઝોનની સુવિધાઓ માટે ૩૫ લાખ રૂપિયાનો ખર્ચ કર્યા બાદ સત્તાઓ માટે રાજકીય લડાઈઓ અને દાવપેચોના માહેર એવા પાલિકા સદસ્યો પાસેથી હવે ૩૫ લાખ રૂપિયા વસુલ કરવાના પ્રાદેશિક કમિશનરના આદેશ બાદ દે.બારીઆ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા પાલિકાના દરેક સદસ્યોને ૨,૩૩,૩૩૩/- રૂપિયા દિન-૧૫માં આ વસુલાતની રકમ તાત્કાલિક જમા કરાવવાનો લેખિત આદેશ તા.૨૭ ઓગસ્ટના રોજ કરીને નોટીસો ફટકારતા દે.બારીઆ પાલિકાના રાજકારણમાં ભલે ગરમાવો આવ્યો હશે પરંતુ પ્રજાજનો અંદરખાને ભારે ખુશ દેખાઈ રહયા છે.!!

      દે.બારીઆ નગરમાં ડીઝીટલ ઈન્ડિયા અંતર્ગત પ્રજાજનોને વાઈફાઈની સુવિધાઓ પૂર્ણ પાડવા માટે અને સુરક્ષાઓ માટે સી.સી.ટી.વી. કેમેરાઓ સજ્જ કરવાની આ કામગીરીઓ માટે દે.બારીઆ પાલિકા દ્વારા ૩૫ લાખ રૂપિયાનો ખર્ચ કરીને સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. આ વાઈફાઈની સુવિધાઓ પાલિકા સદસ્યોના સત્તાઓની લડાઈઓમાં અંતે અટવાઈ ગઈ હતી. આ સંદર્ભમાં વડોદરા સ્થિત પ્રાદેશિક કમિશનર નગર પાલિકાઓ સમક્ષ હાથ ધરાયેલ સુનાવણીના અંતે ગુજરાત ન.પાલિકા અધિનિયમ-૧૯૬૩ની કલમ ૨૫૮(૧) હેઠળ ૧૪માં નાણાંપંચની ગ્રાન્ટમાં જોગવાઈ ના હોવાથી આ ઠરાવ રદ કરી ૧૪માં નાણાંપંચ માંથી વાઈફાઈ ઝોનની કામગીરીમાં ચૂકવેલા નાણાં ૩૫ લાખની રકમ સામાન્ય સભાની બેઠકમાં હાજર રહેલા તમામ સદસ્યો પાસેથી સરખા ભાગે વસુલ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.આ હુકમના પગલે દે.બારીઆ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા તા. ૨૭ ઓગસ્ટના રોજ પાલિકાના દરેક સદસ્ય પાસેથી ૨,૩૩,૩૩૩રૂપિયા વસુલ કરવાની નોટીસ ફટકારતા દે.બારીઆ પાલિકામાં રાજકીય મોરચે ખળભળાટ પ્રસરી જવા પામ્યો છે.

 

————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!