ઈલ્યાસ શેખ, સંતરામપુર
સંતરામપુર નગરમાં આચાર સહિતા નો ખુલ્લેઆમ ભંગ:24 કલાક પછી પણ રાજકીય પક્ષોના બેનરો યથાવત..
સંતરામપુર નગરમાં આચારસંહિતાનો ભંગ ચૂંટણી પંચે ચૂંટણી જાહેર કર્યા પછી 24 કલાક થયા તેમ છતાં રાજ્ય બેનરો હજુ સુધી હટાવવામાં આવેલા નથી સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલા હજુ રાજકીય બેનરો લગાવેલા જોવા મળી રહેલા છે સંતરામપુર નગરપાલિકા ચીફ ઓફિસરની ફરજમાં આવે છે કે નગરના દરેક વિસ્તારોમાં વિઝીટ કરીને કોઈપણ જગ્યાએ રાજકીય બેનર ના હોવું જોઈએ અને આચાર સહિતનો અમલ કરવો જોઈએ પરંતુ આ નગરપાલિકાના ચીફ ઓફિસર હજુ સુધી ચૂંટણી પંચની આચાર સંહિતાનું અમલ કરવામાં આવેલો ન હતો જ્યારે બીજી બાજુ સંતરામપુર નગરમાં કેટલાક વિસ્તારોમાં તોરણ લગાવેલા હતા તે આચારસંહિતાને લાગુ પડતા નથી અને કોઈ નિયમમાં આવતું નથી તેમ છતાંય નગરપાલિકાએ તેને કાઢી નાખ્યા હતા. પરંતુ જે આચાર સહિતામાં નિયમમાં આવે છે રાજકીય નેતાઓના બોર્ડ ફોટા સાથેના તે હજુ સુધી સંતરામપુરમાં જોવા મળી રહેલા છે પરંતુ તે નગરપાલિકાના ચીફ ઓફિસરને હજુ સુધી દેખાતું નથી જે નિયમમાં કામ નથી આવતો તે પોતાની મનમાની કરીને કરે છે જ્યારે ચૂંટણીપંચના અમલમાં આવેલી નિયમની કામગીરી કરવામાં નગરપાલિકા તંત્ર કરવા તૈયાર નથી આવી પરિસ્થિતિ સંતરામપુર નગરમાં જોવા મળી રહેલી છે જ્યારે નગરના વિસ્તારોમાં લગાવેલા તોરણ ખોટી રીતે તોડી પાડવામાં આવેલા છે કારણ કે આચાર સહિત જાગ્યા ચૂંટણી સાથે આ તોરણને કોઈ લેવા દેવા હોતું નથી તેમ છતાં નગરપાલિકાના કી ઓફિસર સત્તાનો ઉપયોગ કરીને પોતાની મનમાની કરીને તોરણ તોડી પાડેલા હતા અને રાજકીય બેનરો હટાવવામાં તેમની નિષ્કાળજી અને આચારસંહિતાનો ભંગ થતો સરે આમ જોવાઈ રહેલો છે શું નગરપાલિકાના ચીફ ઓફિસર ચૂંટણી પંચ નું આચાર સહિતનું અમલ કરશે તે ચર્ચાનો વિષય બન્યો છે