સુમિત વણઝારા / સૌરભ ગેલોત, ઝાલોદ
ઝાલોદ તાલુકામાં ગોવર્ધન પૂજા કરાઈ.આજથી તમામ પ્રકારના શુભ પ્રસંગો શરૂ થશે.ઘરની ગૃહિણી દ્વારા પૂજા કરાઈ.
આજે કારતક સુદ અગિયારસ નિમિતે સમગ્ર ઝાલોદ તાલુકા પંથકમાં દેવ દિવાળીનાં પાવન પર્વની ઉજવણી કરવામાં આવી. આજે ઘરની ગૃહિણી દ્વારા પોતાના ઘરે આગળ ગોવર્ધન પૂજા કરવામાં આવી. હિન્દુ ધર્મમાં ગોવર્ધન પૂજાનું ખુબજ મહત્વ છે.આજ થી તમામ પ્રકારના શુભ પ્રસંગો જેવા કે લગ્ન પ્રસંગ વાસ્તુ પૂજન સહિતના જે તમામ શુભ પ્રસંગો શરૂ થશે. આજના દિવસે તમામ લોકો દ્વારા પોતાના ઘરે દીવા લગાવી અને દેવ દિવાળીનાં પર્વની ઉજવણી કરે છે અને ઘરે આગળ રંગોળી બનાવે છે. દેવ દિવાળીનાં પર્વની લોકોના ખુબ ઉત્સાહ જોવા મળ્યો.
દેવ દિવાળી હિંદુ પંચાંગ પ્રમાણે કારતક માસની પૂનમના રોજ ઉજવવામાં આવે છે. જેમ દિવાળી પાંચ દિવસોની છે, તેમે દેવ દિવાળી પણ અગીયારસથી શરૂ થઇને પૂનમ સુધી, એમ પાંચ દિવસ માટે ઉજવવામાં આવે છે. તેનું નામ સુચવે છે તેમ, આ દેવોની દિવાળી ગણવામાં આવે છે.
દેવ દિવાળી એ દિવાળીનાં પર્વની પૂર્ણાહુતિ તરિકે ઉજવવામાં આવે છે.આ દિવસે મંદિરોમાં ભગવાન માટે છપ્પન ભોગ અન્નકૂટ ધરાવીને પૂજા અર્ચના કરવામાં આવે છે