
કપિલ સાધુ :- સંજેલી
સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય રમેશભાઈ કટારાની ઓચિંતી મુલાકાતથી દોડધામ મચી.
સંજેલી તા.29
સંજેલી તાલુકા મથકે આવેલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય રમેશ કટારાએ ઓચિંતી મુલાકાત લેતા જ આરોગ્ય અધિકારી તેમજ કર્મચારીઓ દોડતા થઈ ગયા હતા .
ગ્રામ્ય વિસ્તારમાં ગરીબ લોકોને સારી સારવાર મળી રહે તે માટે સંજેલી ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે . જેથી કરીને બીમાર લોકોને મફત સારી સુવિધા મળી રહે તેમ જ ખાનગી દવાખાના સારવાર ના ખર્ચથી પણ બચી શકાય ત્યારે જવાબદાર અધિકારીઓ કે કર્મચારીઓની લાપરવાહી નહીં ચલાવી લેવાય તેમ જ જે લોકો કામ કરવામાં નિષ્કાળજી રાખતા હોય તો તેવા લોકોની સામે સખતમાં સખત પગલાં લેવા માટેની ધારાસભ્યએ સૂચના કરી હતી .
જ્યારે દર્દીઓને આપવામાં આવતી સુવિધાઓ બેડ ઓક્સિજન તેમજ વેક્સિનેશનની રૂમ મુલાકાત લીધી હતી આરોગ્ય કેન્દ્ર ખાતે ટેસ્ટીંગ લેબની પણ મુલાકાત લીધી હતી. આરોગ્ય કેન્દ્ર ખાતે કેટલાક દર્દીઓને લેબોરેટરી માટે બહાર ધક્કા ખવડાવે છે તેમ જ સમયસર સારવાર કરવામાં આવતી નથી તેવી રજૂઆતો પણ તાલુકા સભ્ય દ્વારા સ્થળ પર જ કરવામાં આવી હતી. ધારાસભ્યએ આરોગ્ય અધિકારી તેમજ કર્મચારીઓને બોલાવી અને યોગ્ય કામ કરો અને તાલુકા ની પ્રજાને સમયસર આરોગ્યની દવાઓ મળી રહે તેમ જ તેમને પડતી મુશ્કેલીઓની રજૂઆત હવે પછી ના આવે તેની તકેદારી રાખવા માટે સૂચનો કર્યા હતા. આરોગ્ય કેન્દ્રમાં થતા ખર્ચો વિશેનો યોગ્ય હિસાબ આપો તેમ જ દર મહિને મીટીંગ યોજીવી અને જે કર્મચારીઓ યોગ્ય કામ ન કરતા હોય તેમ જ ફરજ પર બેદરકારી દાખવતા હોય તેમની સામે યોગ્ય પગલા લેવા સહિતની સુચનો આપવામાં આવ્યા હતા..