Thursday, 02/02/2023
Dark Mode

દાહોદમાં પોલીસ કોન્સ્ટેબલે દારૂ ભરેલી ગાડીનું કર્યું પાયલોટિંગ:પોલીસે 3.48 લાખના મુદ્દામાલ ઝડપી રેકેટનો કર્યો પર્દાફાશ,

January 16, 2022
        486
દાહોદમાં પોલીસ કોન્સ્ટેબલે દારૂ ભરેલી ગાડીનું કર્યું પાયલોટિંગ:પોલીસે 3.48 લાખના મુદ્દામાલ ઝડપી રેકેટનો કર્યો પર્દાફાશ,

બાબુ સોલંકી :- સુખસર 

સંજેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોસ્ટેબલના પાયલોટિંગ હેઠળ દારૂ ઘૂસાડવાના કારસ્તાનનો ઝાલોદ પોલીસે પર્દાફાસ કર્યો.! 

બુટલેગરો રાજસ્થાનના ભિલકુવા ઠેકા ઉપરથી ઇંગલિશ દારૂ તથા બીયરની બોટલો ભરી લીમખેડા તરફ જઇ રહ્યા હતા.

ઇંગ્લીશ દારૂનો જથ્થો લઇ જવા પાયલોટિંગ કરનાર પોલીસ કોસ્ટેબલે તેના કબજાની i10 ગાડી ને પોલીસની ગાડી આગળ ઉભી કરી દઈ ફરજમાં અડચણ ઉભી કરી હતી.

બુટલેગરોએ દારૂ ભરેલી બોલેરો ગાડીને પુરપાટ દોડાવી પોલીસની ગાડીને ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું હતું

ઝલોદ પોલીસે ઇંગ્લિશ દારૂ તથા બિયરની કુલ બોટલો નંગ 596 જેની કિંમત રૂપિયા1,54,815/- સહી ત બોલેરો ગાડીની કિંમત1,50,000 મળી કુલ રૂપિયા 3,048,15/-નો મુદ્દામાલ જપ્ત કર્યો.

સુખસર ,તા.16

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં નાના-મોટા રસ્તાઓ ઉપરથી નિયમિત પણે પર પ્રાંતિય દારૂની હેરાફેરી કરવામાં આવે છે.જે જગ જાહેર બાબત છે.જે પૈકી કેટલાક બુટલેગરો પોલીસના હાથે ઝડપાય છે.જ્યારે મોટા ભાગનો દારૂ હેમખેમ નિયત જગ્યાએ આસાનીથી પહોંચી પણ જતો હોય છે.ગુજરાતમાં દારૂનું વહન કરતા બુટલેગરો સક્રિય છે તે બાબત પણ જાણીતી છે.પરંતુ જ્યારે બુટલેગરોને ખુદ પોલીસના માણસ દ્વારા સાથ સહકાર આપી પરપ્રાંતીય દારૂ પહોચાડવામાં મદદ કરવામાં આવે તે નવાઇની બાબત છે! ત્યારે થાય કે ચોકીદાર પોતે ચોરી કરે ત્યારે પ્રજાની સલામતી કેટલી?
જાણવા મળેલી વિગતો મુજબ શનિવારના રોજ ત્રણથી સાત વાગ્યાના અરસામાં ધાવડિયા ચેકપોસ્ટથી ઝાલોદ બાયપાસ થઈ મેલાણીયા આઇ.ટી.આઇ,નાનસલાઈ, સાપોઈ,વરોડ થી સારમારીયા વાળા રસ્તે કરંબા ગામ તરફ એક સફેદ કલરની મહિન્દ્રા બોલેરો ગાડી નંબર જીજે-16.AA-094જેનો આગળનો એક નંબર ભૂસી નાખેલ જે વાંચી શકાતો ન હોય તેવી ગાડીમાં રાજસ્થાન તરફથી ઇંગ્લિશ દારૂ ભરી લીમખેડા તરફ જઇ રહેલ હોવાની ઝાલોદ પોલીસ સ્ટેશનને બાતમી મળતા પોલીસે આ ગાડીનો પીછો કરતા કરંબા જતા આ ગાડી પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવશે તેમ જણાતા એક નંબર વગરની આઇટેન ગાડીમાં પાયલોટિંગ કરી રહેલા વ્યક્તિ દ્વારા પોલીસની ગાડી આગળ પોતાની ગાડી આડી કરી ફરજમાં અડચણ ઉભી કરી તેમજ ઇંગ્લિશ દારૂ ભરેલ બોલેરો ગાડીના ચાલકે ગાડીને પૂરપાટ અને બેફિકરાઇથી હંકારી પોલીસની ગાડીને ટક્કર મારી નુકસાન કરી ભાગવાની કોશિશ કરી હતી.પરંતુ ઝાલોદ પોલીસે સમય સુચકતા વાપરી દારૂ ભરેલી ગાડી ઝડપી લઇ તેની તલાસી લેતા ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની પેટીઓ નંગ 27 તથા છુટ્ટી બોટલો નંગ 6 જે અલગ-અલગ કંપનીની સીલ બંધ નાની-મોટી ઇંગ્લિશ દારૂ તથા બિયરની કુલ બોટલો નંગ 596 જેની કિંમત રૂપિયા 1,54,815/- નો પ્રોહી મુદ્દામાલ લાવી પબ્લિકના માણસોને સંજેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ નરસીંગભાઈ નીનામાના ઓએ દારુનો જથ્થો લઇ જવા માટેમદદ કરવા નંબર વગરની આઈ ટેન ગાડીમાં પાયલોટિંગ કરી બુટલેગરોને ભગાડવાની કોશિશ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. દારૂ નું વહન કરવામાં આવેલ બોલેરો ગાડી ની કિંમત રૂપિયા 1,50000/- મળી કુલ 3,04,815/-લાખ નો મુદ્દામાલ પોલીસે કબજે લીધેલ હોવાનું જાણવા મળે છે.
ઝડપાયેલ દારૂ રાજસ્થાનના ભિલકુવા ઠેકા ઉપર થી ભરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.તેમજ આ દારૂનું વહન કરતા રોહિત કુમાર દિનેશભાઈ રાવત રહેવાસી મોટા હાથીધરા,નિશાળ ફળિયુ તાલુકો, લીમખેડા તથા બીજો આરોપી પીન્ટુ ઉર્ફે નીતિનભાઈ રયલાભાઈ જાતે પરમાર રહે.ધામણબારી.તાલુકો, સિંગવડ,જિલ્લો.દાહોદના હોવાનું જાણવા મળે છે જ્યારે દારૂને સહી સલામત જગ્યાએ પહોંચાડવા પાયલોટિંગ કરનાર સંજેલી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રકાશભાઈ નારસિંગ ભાઈ નીનામા હાલ સંજેલી પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે .જ્યારે રાજસ્થાનના ભિલકુવા ઠેકા ઉપર થી દારૂ ભરી આપનાર ઇસમ નામ જાણવા મળેલ નથી. જોકે આ ચાર આરોપીઓ પૈકી રોહિત કુમાર દિનેશભાઈ રાવત ની ધરપકડ કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે. આ તમામ સામે કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!