Sunday, 06/07/2025
Dark Mode

સીંગવડ તાલુકાના મલેકપુર ગામે જમીનની તકરારમાં મારક હથિયારો સાથે સુસજ્જ 11 ના ટોળાએ એક ઈસમના ઘરે હુમલો કરી ધીંગાણુ મચાવ્યું:એક મહિલા સહીત 5 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત..

January 17, 2022
        819
સીંગવડ તાલુકાના મલેકપુર ગામે જમીનની તકરારમાં મારક હથિયારો સાથે સુસજ્જ 11 ના ટોળાએ એક ઈસમના ઘરે હુમલો કરી ધીંગાણુ મચાવ્યું:એક મહિલા સહીત 5 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત..

કલ્પેશ શાહ :- સીંગવડ

સીંગવડ તાલુકાના મલેકપુર ગામે જમીનની તકરારમાં મારક હથિયારો સાથે સુસજ્જ 11 ના ટોળાએ એક ઈસમના ઘરે હુમલો કરી ધીંગાણુ મચાવ્યું:એક મહિલા સહીત 5 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત 

સીંગવડ તા.16

સીંગવડ તાલુકાના મલેકપુર ગામે જમીનના અદાવત રાખીને એક સંપ કરી તારીખ 15 1 22 ના રોજ 9 વાગ્યાના સુમારે મલેકપુર ગામે બારીયા ફળિયામાં રહેતા સનાભાઇ નાનાભાઈ બારીયા રહેવાસી મલેકપુર ના તેમના જમીનના અદાવતના ઝઘડામાં તેમની સામે આરોપી એક સંપ કરી ને કિકિયારીઓ કરી હાથમાં મારક હથિયારો ધારણ કરીને હિતેશભાઈ ને કનુભાઈ ચંદ્રસિંહ તથા રમેશભાઇ દ્વારા બંને પગે તેમજ પીઠના ભાગે લાકડીઓ મારી તેમજ ડાબા હાથના ઉપર લાકડી મારી ચામડી લોહી નીકળી જવા પામ્યું હતું જ્યારે મો .આ. ઉપર લાકડીના ફટકા મારી નુકસાન કરવામાં આવ્યું હતું જ્યારે મુકેશ સના ને આરોપી પ્રભાત .નરવત. મનહર તથા સંજય દ્વારા પાછળના ભાગે ઘૂંટણમાં ઈજા કરી તેમજ જનતાબેન ને કાશીબેન દ્વારા પીઠના પાછળના ભાગે લાકડીના ફટકા મારી અને કમળાબેન દ્વારા ગડદાપાટુનો ગેબી માર મારી ઈજા કરી તથા રમેશભાઇ દ્વારા બંને હાથ તથા ખભા ઉપર તેમજ આરોપી કમલેશભાઈ ને માથાના ડાબી બાજુ લાકડી મારી ચામડી ફાડી લોહી નીકાળી માર મારવામાં આવ્યું હતું જ્યારે કોકિલા મુકેશ એ આરોપી કોકિલા રમેશ દ્વારા પીઠના પાછળના ભાગે લાકડીઓ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા વગેરે બાબતે આ ફરિયાદ કરી રણધીકપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી જ્યારે રણધીકપુર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!