Saturday, 27/11/2021
Dark Mode

સંજેલીથી અડીને આવેલા વાણીયાઘાટી હનુમાનજી દાદાના મંદિરે હનુમાન જયંતિની સાદાઈથી ઉજવણી કરાઈ

સંજેલીથી અડીને આવેલા વાણીયાઘાટી હનુમાનજી દાદાના મંદિરે હનુમાન જયંતિની સાદાઈથી ઉજવણી કરાઈ

કપિલ સાધુ :- સંજેલી 

 સંજેલીથી અડીને આવેલા વાણીયાઘાટી હનુમાનજી દાદાના મંદિરે હનુમાન જયંતિની સાદાઈથી ઉજવણી કરાઈ

સંજેલી તા.28

સંજેલી મુખ્ય મથકથી બે કિલોમીટર દૂર આવેલ ડુંગરાળ વિસ્તારમાં વાણીયા ઘાટી નામથી જાણીતા હનુમાનજી દાદાના મંદિરે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષેની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજી દાદાના મંદિરે સવારથી જ ભક્તો દર્શન માટે આવતા જોવા મળ્યા હતા . તેમજ મંદિરે દર્શન કરી હનુમાનજી દાદાના ભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતા . પરંતુ દર વર્ષે વાણીયા ઘાટી હનુમાનજીના મંદિરે ભંડારા તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે કોરોના મહામારી ને ધ્યાનમાં રાખી અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું ન હતું તેમજ મંદિરે પૂજા પાઠ કરી વાણીયા ઘાટી હનુમાનજી દાદાના મંદિરે સાદગીપૂર્વક હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી .

error: Content is protected !!