ગૌરવ પટેલ, લીમખેડા
પીપલોદની તળાવ ફળિયા પ્રાથમિક શાળા ખાતે બાળકોને પ્રથમ ધોરણમાં પ્રવેશ અપાવતા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા
દાહોદ, તા. ૨૫ :
રાજ્યમાં ત્રણ દિવસથી ચાલી રહેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત બાળકોને શાળામાં નામાંકનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે દાહોદના જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાએ પીપલોદની તળાવ ફળિયા પ્રાથમિક શાળા ખાતે બાળકોને પ્રથમ ધોરણમાં પ્રવેશ અપાવ્યો હતો. તેમણે બાળકોને શાળાએ નિયમિત આવવા અને સારી કારકિર્દી ઘડતર માટેની શુભેચ્છાઓ આપી હતી. તેમણે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ પણ કર્યું હતું. શાળા ખાતે યોજાયેલા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં સરપંચશ્રી આચાર્યશ્રી, ગ્રામજનો, ઉપસ્થિત રહ્યા હતા.