Thursday, 11/08/2022
Dark Mode

લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામે પ્રથમ પત્ની હોવા છતાંય બીજી પત્ની ઘરે લાવતા ફરિયાદ

June 23, 2022
        304
લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામે પ્રથમ પત્ની હોવા છતાંય બીજી પત્ની ઘરે લાવતા ફરિયાદ

લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામે પ્રથમ પત્ની હોવા છતાંય બીજી પત્ની ઘરે લાવતા ફરિયાદ..

દાહોદ, તા.ર૩

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામે બીજી પત્ની લાવવા માટે પત્નીને પતિ તથા સાસરીયા દ્વારા શારિરીક અને માનસીક ત્રાસ આપી કાયદેસરની એક પત્ની હયાત હોવા છતા બીજી પત્ની લાવી ઘરમાં બેસાડી દીધાની ઘટના પોલીસ ચોપડે નોંધાયાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર મોટી બાંડીબારના સગુમ ફળીયામાં રહેતા મહેશભાઈ મોહનભાઈ ભુરીયાને બીજી પત્ની લાવવાની હોઈ તે માટે તેની પત્ની ૩૦ વર્ષીય લક્ષ્મીબેન મહેશભાઈ બારીયાને મુકેશભાઈ ચતુરભાઈ બારીયા તથ ા કાળીબેન મુકેશભાઈ બારીયાની ચઢામણીથી અવાર નવાર ગાળો બોલી ઝઘડો તકરાર કરી મારઝુડ કરી શારિરીક અને માનસીક ત્રાસ આપી પોતાની કાયદેસરની પત્ની લક્ષ્મીબેન હયાત હોવા છતા લીમખેડા તાલુકાના મોટીવાવ ગામની રાધાબેન કમલેશભાઈ તડવી નામની યુવતીને બીજી પત્ની તરીકે લાવી ઘરમાં બેસાડી દીધી હતી.

આ સંબંધે પતિ તથા સાસરીયાના ત્રાસથી વાજ આવેલ લક્ષ્મીબેન મહેશભાઈ બારીયાએ પોતાના પતિ મહેશભાઈ મોહનભાઈ બારીયા, મુકેશભાઈ ચતુરભાઈ બારીયા, કાળીબેન મુકેશભાઈ બારીયા તથા મોટીવાવ ગામની રાધાબેન કમલેશભાઈ તડવી વિરૂધ્ધ લીમખેડા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

———-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!