
કપિલ સાધુ :- સંજેલી
સંજેલી તાલુકાની પીછોડા પ્રાથમિક શાળામાં તાલુકા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો…
સંજેલી તા.
સંજેલી તાલુકાના નાળ ફળીયા વર્ગ પિછોડા પ્રાથમિક શાળામા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંજેલી તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિતેષ ચારેલ અધ્યક્ષસ્થાને યોજાયો.
સંજેલી તાલુકા ના નાળ ફળીયા વર્ગ પિછોડા પ્રાથમિક શાળામા ધોરણ એક મા પ્રવેશ માટેનો પ્રવેશોત્સવ કાર્યક્રમ સંજેલી તાલુકા આરોગ્ય અધિકારી ડો. હિતેશ ચારેલ ના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.જેમાં એસ.એમ.સી.ના સભ્યો તેમજ ગામના વડીલો ;યુવાનો અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક તડવી મોહનભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું.અધ્યક્ષ સ્થાનેથી બાળકોને અને વાલીઓને સરકારી શાળામાં મળતા લાભો વિશે અને આરોગ્ય વિશે સમજૂતી આપી હતી.જ્યારે એસ.એમ.સી.સમિતિના સભ્યશ્રી એલ.ટી.બારીઆ દ્વારા પ્રેરક પ્રવચન કરવામાં આવ્યું હતું.