Friday, 29/03/2024
Dark Mode

લીમખેડામાં ધમકી બાદ હાંડીમાં વકીલની ગાડી રોકી હુમલો કર્યો

April 7, 2022
        1223
લીમખેડામાં ધમકી બાદ હાંડીમાં વકીલની ગાડી રોકી હુમલો કર્યો

ગૌરવ પટેલ લીમખેડા

લીમખેડામાં ધમકી બાદ હાંડીમાં વકીલની ગાડી રોકી હુમલો કર્યો

 

સંજેલીના વકીલ લીમખેડા કોર્ટમાં કામ પતાવી પરત જતા હતા

દાહોદ જિલ્લાના સંજેલીમાં પંચાલ ફળીયામાં રહેતા અને વકીલાતનો ધંધો કરતાં દિવાકરભાઇ મનહરભાઇ પંચાલ ગતરોજ વકીલાતના કામે લીમખેડા કોર્ટમાં ગયા હતા. ત્યારે કોર્ટનું કામ પતાવી તેઓ સાથી વકીલ દીપીલભાઇ મનસુખભાઇ રાવત સાથે કોર્ટની બહાર ચાની લારી ઉપર ઉભા હતા. ત્યારે સીંગવડ તાલુકાના હાંડી ગામનો લખા નારસીંગ બારીયા દિવાકરભાઇ પંચાલ પાસે આવી તુ અમારી વિરૂદ્ધમાં કેસ લડવાનો છે, તુ કેવો કેસ લડે છે, હુ તને જોવુ છું તું હાંડી ગામ બાજુથી નીકળ તો ખરો તારૂ નીકળવાનું બંધ કરાવી દઇશુ તેમ કહીને ધમકી આપી હતી.

ત્યાર બાદ દિવાકરભાઇ તથા તેમના મિત્ર દિલીપભાઇ રાવત અલ્ટો ગાડી લઇને સંજેલી જવા નીકળ્યા હતા. તે દરમિયાન બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં હાંડી ગામે સીએચસી દવાખાથી આગળ નદીના પુલ પાસે 3401 નંબરની તુફાન ગાડીએ દિવાકરભાઇની અલ્ટો ગાડીને ઓવરટેક કરી પુલ ઉપર રોકી તુફાન ગાડીમાંથી 3 લોકોએ ઉતરી અલ્ટો ગાડીનો દરવાજો ખોલી દિવાકરભાઇને ઝાપટ મારી ખેંચતાણ કરી તથા પીવીસીની પાઇફના ગોદા મારી બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ સંદર્ભે દિવાકરભાઇએ હાંડી ગામના લખાભાઇ બારીયા, રૂપા બારીયા, જશુ બારીયા, દિનેશ બારીયા વિરૂદ્ધ રંધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!