
લીમખેડા:સાસરિયાઓના શારીરિક તેમજ માનસિક ત્રાસથી કંટાળેલી 22 વર્ષીય પરણીતાએ ટ્રેન આગળ પડતો મૂકી આયખું ટૂંકાવ્યું:પતિ તેમજ સાસુ સસરા વિરૂદ્ધ ગુનો નોંધાયો..
લીમખેડા તા.03
લીમખેડા તાલુકાની 22 વર્ષીય પરિણીત મહિલાને તેના પતી તેમજ સાસરી પક્ષ દ્વારા તૂ ડાકણ છે અમારા પરિવારના સભ્યોને ખાઈ ગઈ છે. તેવા મહેણાં ટોણા મારી શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારતા સાસરી પક્ષના અમાનુષી ત્રાસથી વાજ આવેલી પરિણીતાએ પ્રતાપપુરા રેલવે લાઈન ઉપર પડતું મૂકી આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
વધુ મળતી માહિતી અનુસાર લીમખેડા તાલુકાના અંતેલા સતોલ ફળિયાના રહેવાસી પ્રભાતભાઈ વાળા ભાઈ સતોલની પુત્રી હંસાબેનના લગ્ન દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામના રહેવાસી વિપુલ શનાભાઈ પટેલ જોડે થયાં હતા.ત્યારબાદ સાસરી પક્ષ દ્વારા હંસાબેન ને તૂ ડાકણ છે.અને અમારા ઘરના પ્રદીપને તૂ ખાઈ ગઈ છે.તેમ કહી તેમના પતિ વિપુલ ભાઈ તેના સસરા સનાભાઈ વાળાભાઈ પટેલ તેમની સાસુ રંગલીબેન શનાભાઈ વાલાભાઇ પટેલ દ્વારા અવારનવાર માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતાં પતિ તેમજ સાસુ સસરાના અમાનુષી ત્રાસથી વાજ આવેલી પરિણીતાએ ગત તારીખ 29/01/2022 ના રોજ રાત્રીના 11.30 કલાકના સુમારે પ્રતાપપુરા રેલ્વે લાઈન પરથી પસાર થતી કોઈક ટ્રેન આગળ પડતું મૂકી આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ઉપરોક્ત બનાવ સંદર્ભે મરણ જનાર પરિણીતાના પિતાએ લીમખેડા પોલીસ મથકે સાસરી પક્ષ વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે પરિણીતા ના પતી તેમજ સાસુ સસરા વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.