
રાજેશ વસાવે :- દાહોદ
સીંગવડ તાલુકાના વાલાગોટા ગામે મકાઈના ખેતરમાં તારની વાડમાં મુકેલા જીવંત વાયરનો કરંટ લાગતા યુવકનું મોત: ખેતર માલિક વિરુદ્ધ ગુનો નોંધાયો
સીંગવડ તા.03
સીંગવડ તાલુકાના વાળાગોટા ગામે મકાઈના ખેતરમાં તારની વાડમાં ઇલેક્ટ્રિકનો જીવંત વાયર મૂકી દેતા એક વ્યક્તિને કરંટ લાગતા તેનું ઘટના સ્થળે મોત નીપજવા પામ્યું છે ત્યારે મુતકના ભાઈએ ખેતરના માલીક વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે તારની વાડમાં ઇલેક્ટ્રિકનું જીવંત વાયર મૂકી જોખમ ઉભું કરનાર ખેતર માલીક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
ઉપરોક્ત મળતી માહિતી પ્રમાણે દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના વાળાગોટા ગામના બળવંત ભાઈ બાધર ભાઈ બારીયાએ તેના માલિકીના મકાઈના ખેતરમાં પાકના રક્ષણ માટે તારની વાડ ફરતે ઇલેક્ટ્રિક નો જીવંત વાયર મૂકી દેતા તેમનાજ ગામના ગીરવત ભાઈ કનુભાઈ બારિયાના નાના ભાઈએ આ તારની વાડને અડકતા તેઓનું વીજ કરંટ લાગતા ઘટના સ્થળે તેમનું મોત નીપજવા પામ્યું હતું ઉપરોક્ત બનાવ સંદર્ભે વાળાગોટા ગામના ગીરવત ભાઈ કનુભાઈ બારીયાએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા રણધીકપુર પોલીસે બળવંત ભાઈ બાધર ભાઈ બારીયા વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે