Friday, 02/06/2023
Dark Mode

લીમખેડા તાલુકાના ટીંબા ગામે માતાના પડખામાં મીઠી નિંદર માણી રહેલા ત્રણ વર્ષીય બાળકને દીપડાએ ઉઠાવી જઈ મારણ કર્યું..

September 17, 2021
        723
લીમખેડા તાલુકાના ટીંબા ગામે માતાના પડખામાં મીઠી નિંદર માણી રહેલા ત્રણ વર્ષીય બાળકને દીપડાએ ઉઠાવી જઈ મારણ કર્યું..

જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ 

લીમખેડા તાલુકાના ટીંબા ગામે માતાના પડખામાં મીઠી નિંદર માણી રહેલા ત્રણ વર્ષીય બાળકને દીપડાએ ઉઠાવી જઈ મારણ કર્યું..

 બાળકનું અપહરણ કરનાર દીપડાને ઝબ્બે કરવા વન વિભાગ દ્વારા પાંજરા મૂકાયા

 બાળકના મોતના પગલે પરિવારજનોના આક્રંદનો માહોલ: દીપડાના હુમલાથી ગ્રામજનોમાં ભયની સાથે ફફડાટનો માહોલ

દાહોદ તા.૧૭

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ટીંબા ગામનો ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં ટીંબા ગામે ઘરમાં એક દંપતિ મીઠી નિંદર માણી રહેલ હતાં અને તેમના એક ૦૩ માસના બાળકને રાત્રીના સમયે દિપડાએ ઉપાડી લઈ જઈ નજીકના જંગલ વિસ્તારમાં લઈ ગયાં બાદ દિપડાએ માસુમ ૦૩ માસના બાળકનું મારણ કરી નાંખતાં પંથકમાં દિપડાના આ આતંકને પગલે ફફડાટ સહિત ખળભળાટ મચી જવા પામ્યો હતો. માસુમ ૦૩ માસના બાળકને દિપડાએ ફાડી ખાતા પરિવારજનોમાં આક્રંદનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો.

લીમખેડા તાલુકાના ટીંબા ગામે રહેતાં રમેશભાઈ ધનસુખભાઈ તડવી અને તેમની પત્નિ અને તેમની સાથે તેમનો ૦૩ માસના માસુમ બાળક જયેશકુમાર રમેશભાઈ તડવી સાથે રાત્રીના દશેક વાગ્યાના આસપાસ પોતાની ઘરની ઓસરીમાં સુતા હતાં. આ દરમ્યાન રાત્રીના સમયે વન્ય પ્રાણી દિપડો તેમની ઘરની ઓસરીમાં ઘુસી ગયો હતો અને માસુમ ૦૩ માસના જયેશભાઈને દિપડો ઉપાડી લઈ ગયો હતો. દિપડાએ જયેશને ખેંચી લઈ જઈ નજીકમાં આવેલ ચીલાકોટા રેન્જ કથોલીયા રેન્જના જંગલમાં લઈ જઈ ત્યાં ૦૩ માસના જયેશનું મારણ કરી નાંખ્યું હતું. રાત્રીના સમયે ઘટનાને પગલે વિસ્તારમાં ઉહાપોહ મચ્યો હતો અને હવેલી સવારે બાળકની શોધમાં પરિવારજનો નીકળી પડ્યાં હતાં જ્યાં બાળકના માસના ટુંકડાઓ નજરે પડતાં પરિવારજનો સ્તબ્ધ બન્યાં હતાં અને આ મામલાની જાણ સ્થાનીક ફોરેસ્ટ ખાતાના સત્તાધિશોને કરવામાં આવતાં ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યાં હતાં. ૦૩ માસના મૃતક જયેશના મૃતદેહને જંગલમાંથી કબજે લઈ નજીકના દવાખાના પોસ્ટ મોર્ટમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં. આ સમગ્ર મામલે ફોરેસ્ટ ખાતાના અધિકારીઓની ટીમ દ્વારા દિપડાને પકડી પાડવા જંગલ વિસ્તારમાં પાંજરા ગોઠવી દેવામાં આવ્યાં છે. ઘટનાને પગલે ૦૩ માસના મૃતક જયેશના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો.

———————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!