દાહોદ શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા બીજા વર્ષે વાર્ષિક સમુહ લગ્નનો આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 30 જેટલા જોડાઓ મુસ્લિમ સમાજના રિદ્ધિ રિવાજો પ્રમાણે લગ્ન ગ્રંથીએ બંધાયા હતા.

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા બીજા વર્ષે વાર્ષિક સમુહ લગ્નનો આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 30 જેટલા જોડાઓ મુસ્લિમ સમાજના રિદ્ધિ રિવાજો પ્રમાણે લગ્ન ગ્રંથીએ બંધાયા હતા.

દાહોદ તા. ૧૯

દાહોદ શહેરના એલ્વોન વોટર, સ્મશાન રોડ વિસ્તાર ખાતે આજરોજ ૧૯મી એપ્રિલના રોજ મુસ્લિમ સમાજ દ્વારા બીજા વર્ષે સામૂહિક લગ્ન સમારોહ યોજાયો હતો. આ લગ્ન સમારોહમાં મોટી સંખ્યામાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં લગ્ન સમારોહ યોજાયો હતો.

જેમાં 30 જેટલા જોડાઓએ મોલવીની હાજરીમાં મુસ્લિમ રીતિ રિવાજ મુજબ લગ્નગ્રંથીએ જોડાયા હતા. આ લગ્ન સમારોહમાં બંને પક્ષ એટલે કે, યુવક અને યુવતીના પરિવારજનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

મુસ્લિમ સમાજ દ્વારા આ સમૂહ લગ્નમાં કોઈ પ્રકારની અગવડતા ન પડે તે માટે તમામ સુવિધાઓ સમૂહ લગ્ન પ્રસંગમાં પુરી પાડી હતી. આ લગ્ન પ્રસંગ કાર્યક્રમમાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સહિત ભાજપના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહી લગ્નગ્રંથીએ જોડાયેલા જોડાઓને આશીર્વાદ આપ્યાં હતા.

અને તેઓને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. સમાજના આગેવાનોએ તમામનું સ્વાગત કર્યું હતું.

Share This Article