Friday, 19/04/2024
Dark Mode

હોસ્પિટલમાં ખાસ જમવા માટે કેન્ટીનની વ્યવસ્થા..દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે રોજિંદા ૨૦૦૦ દર્દીઓની અવર જવર વચ્ચે ગંદકી ન ફેલાય તે માટે સફાઈ કર્મચારીઓ ચોવીસે કલાક તૈનાત

September 16, 2021
        2565
હોસ્પિટલમાં ખાસ જમવા માટે કેન્ટીનની વ્યવસ્થા..દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે રોજિંદા ૨૦૦૦ દર્દીઓની અવર જવર વચ્ચે ગંદકી ન ફેલાય તે માટે સફાઈ કર્મચારીઓ ચોવીસે કલાક તૈનાત

જીગ્નેશ બારીયા :- દાહોદ 

હોસ્પિટલમાં ખાસ જમવા માટે કેન્ટીનની વ્યવસ્થા

દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે રોજના ૨૦૦૦ દર્દીઓની અવર જવર વચ્ચે ગંદકી ન ફેલાય તે માટે સફાઈ કર્મચારીઓ ચોવીસે કલાક તૈનાત

દાહોદ તા.૧૫

 

 

દાહોદ શહેર સહિત જિલ્લાવાસીઓ માટે આરોગ્યની દ્રષ્ટિએ જીવાદોરી સમાન એટલે દાહોદની ઝાયડસ હોસ્પિટલ. આ હોસ્પિટલમાં અનેકવિધ અત્યાધુનિક સાધનો સાથે અસંખ્ય બેડની વ્યવસ્થા સાથે સુસજ્જ આ હોસ્પિટલમાં દરરરોજ અસંખ્ય દર્દીઓ પોતાની સારવાર માટે આવતાં હોય છે. ગરીબ હોય કે, મધ્યમ વર્ગીય હોય કે, પછી પુર્ણપોષિત કુંટુંબ દરેક પરિવારો આ દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતાં હોય છે. દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે આવતાં દર્દીઓ જે દાખલ થયાં હોય તેવા દર્દીઓ માટે શરૂંઆતથીજ નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. દર્દીઓને પોષ્ટિક અને તાજાે ખોરાક મળી રહે તે માટે આ હોસ્પિટલમાં એક કેન્ટીન પણ ચોવીસે કલાક કાર્યરત રહે છે. દર્દીઓ સાથે આવતાં તેમના પરિવારજનો માટે પણ આ કેન્ટીનમાં નજીવા દરે ભોજન પુરૂં પાડવામાં આવે છે. કેન્ટીનમાં ખાસ બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અનેક સુવિધા સાથે સુસજ્જ આ ઝાયડસ હોસ્પિટલમાં દરરરોજના હજ્જારો દર્દીઓની અવર જવર પણ થતી હોય છે.

દાહોદની ઝાયડસ હોસ્પિટલની વિશેષતા એ છે કે, ડાઈટીશીયન હાજર છે. દરેક દર્દીને તેમને યોગ્ય લગતું અને ઉત્તમ તેમજ પોષ્ટિક આહાર તે પણ નિઃશુલ્ક વિના મુલ્યે પુરૂં પાડવામાં આવે છે. ઝાયડસ હોસ્પિટલના સત્તાધિશો દ્વારા ખાસ સ્વચ્છતા તરફ ધ્યાન આપવામાં આવે છે. હોસ્પિટલમાં ગંદકી ન ફેલાય તે માટે હોસ્પિટલમાં સફાઈ કર્મચારીઓ સતત ખડેપગે કામગીરી કરતાં રહે છે. દર્દીઓ સાથે આવતાં તેમના સ્વજનોને સ્વચ્છતા માટે ખાસ સુચનો અને વિનંતી પણ કરવામાં આવે છે. દર્દીના સ્વજનો શાંતિપુર્ણ માહોલમાં અને સુવ્યસ્થિત જગ્યાએ ભોજન ગ્રહણ કરી શકે તે માટે તેઓને કેન્ટીનમાં જમવા માટેનો આગ્રહ કરવામાં આવે છે. જરૂરી નથી કે, આ હોસ્પિટલના કેન્ટીનમાંથી જમવાનું લે પરંતુ દર્દીના સ્વજનો જાે ઘરેથી પણ જમવાનું લઈને આવે તો તેઓને પણ કેન્ટીનમાં જમવાનો આગ્રહ કરવામાં આવતો હોય છે. કારણ કે, જેનાથી હોસ્પિટલમાં ગંદકી અને કચરો ન ફેલાય. ઝાયડસ હોસ્પિટલનું કેન્ટીન પણ ઘર જેવા માહોલ જેવું જ છે. સ્વચ્છ, સુંદર અને ચોખ્ખુ ચણાટ. આ કેન્ટીનમાં બેઠક વ્યવસ્થા તરફ પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. કેન્ટીનમાં ટેબલોની સાથે સાથે ખુરશીની બેઠક વ્યવસ્થા પણ પુરૂી પાડવામાં આવી છે જેથી કોઈપણ વ્યક્તિ શાંતિથી અને નિરાંતે જમી શકે. આ હોસ્પિટલની સૌથી મોટી ખાસીયત એ છે કે, કેન્ટીનમાંથી સપ્લાય થતું દર્દીઓ માટે બનતું ભોજન ખુદ હોસ્પિટલના મુખ્ય અધિકારીઓ, તબીબોથી લઈ તમામ નાના મોટા કર્મચારીઓ પણ આજ ભોજન આરોગે છે.

દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં હાલની તારીખમાં દરરોજ ૧૭૦૦ થી ૨૦૦૦ દર્દીઓ રોજના હોસ્પિટલમાં સારવાર માટે આવતાં હોય છે અને દર્દીઓની સાથે તેમના પરિવારમાંથી ૦૩ થી ૦૪ વ્યક્તિઓ પણ આવતાં હોય છે. હોસ્પિટલના સત્તાધિશો દ્વારા દર્દીની સાથે સાથે તેમના સ્વજનો માટે પણ બેઠક વ્યવસ્થા માટે પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે. દર્દીઓની સાથે સાથે તેમના પરિવારજનોની જાે રોજની ગણતરી કરીએ તો રોજના આ હોસ્પિટલમાં સાત થી આઠ હજાર વ્યક્તિઓની અવર જવર થતી હોય છે. આટલી મોટી સંખ્યામાં દર્દીઓની અને તેમના પરિવારજનોની અવર જવર વચ્ચે પણ હોસ્પિટલના સત્તાધિશો, તબીબો તેમજ કર્મચારીઓ સતત ખડેપગે ચોવીસે કલાક તેઓની સેવામાં કાર્યરત રહે છે.

જાણવા મળ્યાં અનુસાર, રોજના ઝાયડસ હોસ્પિટલમાં ૫૦૦ એક્સ – રે, ૨૦૦ થી ૨૫૦ જેટલી સોનોગ્રાફી, ૧૦,૦૦૦ જેટલા લેબ ટેસ્ટ વિગેરે કામગીરી દરરોજ કરવામાં આવે છે.

આ તમામ સુવિધાઓ વચ્ચે દાહોદ ઝાયડસ હોસ્પિટલના સત્તાધિશો, તબીબો, સ્ટાફ મિત્રો તેમજ સફાઈ કર્મચારીઓ ખડેપગે પોતાની કામગીરી નિરંતર બજાવી રહ્યાં છે.

આ સમગ્ર કામગીરી હોસ્પિટલના સી.ઈ.ઓ. ર્ડા. સંજય કુમાર અને જનરલ મેનેજર પ્રકાશ પટેલના માર્ગદર્શન અને નિગરાનીમાં કરવામાં આવે છે.

આમ, દાહોદની ઝાયડસ હોસ્પિટલ દાહોદ શહેર સહિત ખાસ કરીને જિલ્લાના ગ્રામીણ વિસ્તારના લોકો માટે આર્શિવાદરૂપ સમાન છે.

 

——————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!