Wednesday, 04/12/2024
Dark Mode

દાહોદ:ગુજરાતના પનોતા પુત્ર તેમજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71 માં જન્મદિવસે વિવિધ કાર્યક્રમો યોજાયા..

September 17, 2021
        2015
દાહોદ:ગુજરાતના પનોતા પુત્ર તેમજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71 માં જન્મદિવસે વિવિધ કાર્યક્રમો યોજાયા..

રાજેશ વસાવે :- દાહોદ/કલ્પેશ શાહ:- સિંગવડ/ સબીર સુનેલવાલ/ફતેપુરા 

દાહોદ:ગુજરાતના પનોતા પુત્ર તેમજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71 માં જન્મદિવસે વિવિધ કાર્યક્રમો યોજાયા..

દાહોદ/સીંગવડ/ફતેપુરા :- તા.17

દાહોદ:ગુજરાતના પનોતા પુત્ર તેમજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71 માં જન્મદિવસે વિવિધ કાર્યક્રમો યોજાયા..

દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના જન્મદિવસની ખુશીનાં ઉજવણી પ્રસંગે આજ રોજ સવારે ભાટવાડા સ્કૂલ ,નગીના મસ્જિદ ની સામે ,બાળકો ને બીસકીટ,દુધ તેમજ ચોકલેટ નુ વિતરણ કરવામાં આવ્યું .જેમાં લઘુમતી મોરચા ના પ્રદેશ ,જિલ્લા ,શહેર ના તમામ હોદેદારો શ્રી કાર્યકર્તા શ્રી ઓ વડીલો નગર પાલિકા કાઉન્સિલર મિત્રો શ્રીઓ હાજર રહયા..

જેમની સોચ અનોખી જેમનું કાર્ય પ્રણાલી વિશિષ્ટ જેમની ભાવના ઉત્તમ જેમના વિચારો ભિન્ન તેમની લાગણી ફકત રાષ્ટ્ર હીત અને માનવકલ્યાણ ના ઉત્કર્ષ ની જેમની નેમ માનવ કલ્યાણ અને માનવસેવા થકી સત્તા ની ઉપયોગિતા સૌવ નો સાથ સૌવ નો વિકાસ સૌવ નો વિશ્વાસ સૌવ નો પ્રયાસ થકી જન જન ને જોડી શ્રેષ્ઠ રાષ્ટ્ર ની પરિકલ્પના જેમનું જીવન નો અર્થ હોય તેવા ભારત ના યશસ્વી વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના આજે ૭૧ માં જન્મ દિવસ નિમિતે દાહોદ શહેર અલ્પસઅંખ્ય મોર્ચા ના ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમ માં પ્રદેશ અલ્પસંખ્યક મોરચાના મંત્રી શ્રીઓ જીલ્લા અલ્પસંખ્યક મોરચાના ના પદાધિકારી શ્રી દાહોદ નગર પાલિકા ના કાઉનશીલર શ્રી ની હાજરી માં પ્રસંગ ની ઉજવણી કરવામાં આવી હતી.

  પ્રસંગની શરૂઆત શહેરના અલ્પસંખ્યક મોરચાના પ્રમુખ આશિફભાઈ પટેલ સર્વે ને આવકાર્યા ઇકબાલભાઈ ખરોદાવાલા તેમજ શૈખ સફદરભાઈ લીમખેડાવાલા પ્રસંગ ને અનુરૂપ મોદી સાહેબ ની સરકાર ની ઉપલબ્ધિઓ અને મોદી સાહેબ ના દેશ માટે ના વિઝન ની વાતો સ્કુલ ના બાળકોને સમજાવી સ્કૂલ ના આચાર્ય બેન શ્રી એ લઘુમતી સમાજ ના બાળકો ની ઉચ્ચ શિક્ષણ ની ચિંતા કરી વધુ માં વધુ બાળકો સમાજ માંથી ભણે તેવી રજૂઆત કરી અને સ્કુલ ના બાંધકામ અને જરૂરિયાત ની રજૂઆત કરી અને આ સ્કૂલ મુખ્ય માર્ગ ઉપર હોય સ્માર્ટ સિટી અંતર્ગત તેના નવીન ભવન નું પણ નિર્માણ થાય તેવી પ્રસ્તાવના પણ મૂકી જેને દાહોદ નગર પાલિકા ના ઉપ પ્રમુખ અબ્દીભાઈ સાથે સદસ્ય બીજલભાઈ અહેમદભાઈ માસુમાંબેન અરવાબેન ફાતેમાબેન એક સુરે આશ્વાસન આપેલ અને ડો નિઝામુદ્દીન કાજી એ સ્કુલ માં સ્પોર્ટ્સ અને માર્શલ આર્ટ નું બાળકો ને ફ્રી પ્રશિક્ષણ આપશે એ રીતે હાજર રહેલ તમામ અગ્રણીઓ પોતાની યથાશક્તિ બાળકો ના ભવિષ્ય માટે મદદ ની ખાતરી આપી આભાર વ્યક્ત કરેલ આ પ્રસંગે બાળકો દ્વારા જન્મ દિવસ ની ઉજવણી નું ગીત ગાયું અને સાહેબ ને શુભ કામનાઓ આપી પ્રસંગ ના અંતે તમામ બાળકો ને કેક દૂધ અને ચોકલેટ આપી ઉજવાયો હતો.     

સિંગવડ તાલુકા 75માં આઝાદી અમૃત મહોત્સવ તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે આર્ટ્સ કોલેજના હોલમાં કાર્યક્રમ યોજાયો                                                                                  

દાહોદ:ગુજરાતના પનોતા પુત્ર તેમજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71 માં જન્મદિવસે વિવિધ કાર્યક્રમો યોજાયા..

સિંગવડ તાલુકા માં 75 અમૃત મહોત્સવ તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે આખા ગુજરાત માં 400 જગ્યા એકીસાથે કાર્યક્રમ યોજાયો જેમાં સીંગવડ તાલુકાના આર્ટ્સ કોલેજના હોલમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો તેમાં મુખ્ય મહેમાન તરીકે સિંગવડ તાલુકા પંચાયત પ્રમુખ કાંતાબેનડામોર પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ck કિશોરી તાલુકા પંચાયત સભ્યો જિલ્લા પંચાયત સભ્યો ભારતીય જનતા પાર્ટી સિંગવડ તાલુકા મહામંત્રીઓ સરપંચો તાલુકા વિકાસ અધિકારી મકવાણા તથા સ્ટાફ મામલતદાર ઓફિસ સ્ટાફ તલાટી કમ મંત્રી ઓ cdpo તથા આંગણવાડી કાર્યકરો આરોગ્ય વિભાગ ટી.એચ.ઓ ડોક્ટર મછાર તથા આરોગ્ય વિભાગ નો સ્ટાફ તથા રણધીકપુર પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા                   

કાર્યક્રમની શરૂઆત તાલુકા વિકાસ અધિકારી આર.કે મકવાણા દ્વારા આવેલા મહેમાનો નો સ્વાગત કરવામાં આવ્યું તથા ટૂંકમાં કાર્યક્રમની રૂપરેખા ની માહિતી આપવામાં આવી ત્યાર પછી તાલુકા પંચાયત પ્રમુખ તથા સભ્યશ્રીઓ નો તાલુકા પંચાયત સ્ટાફ દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું જ્યારે તાલુકા પંચાયત પ્રમુખ તથા મહેમાનો દ્વારા દિપ પ્રગટાવીને કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી ત્યાંર પછી  તાલુકા પંચાયત પ્રમુખ કાંતાબેન ડામોર દ્વારા આ કાર્યક્રમ વિશે ટૂકમા માહિતી આપવામાં આવી ત્યાર પછી આવેલા મહેમાનો દ્વારા લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું જેમાં પ્રધાનમંત્રી આવાસ ના ઓર્ડર આપવામાં આવ્યા હતા.

ફતેપુરા માર્કેટિંગ યાર્ડ માં વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે ૭૧ વૃક્ષોનુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું

ફતેપુરાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા અને માર્કેટીંગ યાર્ડના ચેરમેન પ્રફુલભાઈ ડામોર ની વરદ હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો

દાહોદ:ગુજરાતના પનોતા પુત્ર તેમજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71 માં જન્મદિવસે વિવિધ કાર્યક્રમો યોજાયા..

ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબનો આજરોજ જન્મદિવસ હોય ફતેપુરા તાલુકા સહિત ફતેપુરા નગરમાં વિવિધ પ્રોગ્રામો હવન પૂજા વૃક્ષારોપણ તેમજ તાલુકા પંચાયતમાં આઈ.સી.ડી.એસ .શાખા માં જન્મદિન નિમિત્તે વિવિધ પ્રોગ્રામ રાખવામાં આવેલ હતા જેમાં આ વિસ્તારના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા ફતેપુરાના માર્કેટીંગ યાર્ડના ચેરમેન શ્રી અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પ્રફુલભાઈ ડામોર પંચાયતના પ્રમુખશ્રી ફતેપુરાના પ્રાંત કુલદીપ દેસાઈ તાલુકા વિકાસ અધિકારી ઠાકોર તેમજ વિવિધ શાખાના અધ્યક્ષ શ્રી ઓ તેમજ લાભાર્થીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રગટાવી કાર્યક્રમ ખુલ્લુ મુકવામાં આવેલ હતો કાર્યક્રમ ને અનુરૂપ ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા ઉદબોધન કરેલ હતું

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ માર્કેટિંગ યાર્ડમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના 71માં જન્મદિન નિમિત્તે માર્કેટિંગ યાર્ડ ના પટાંગણમાં ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા અને માર્કેટીંગ યાર્ડના ચેરમેન પ્રફુલભાઈ ડામોર તેમજ વિવિધ મહાનુભાવોના હસ્તે 71 વૃક્ષોનું વૃક્ષા રોપણ કરવામાં આવેલ હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!