více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

સુખસર ખાતે ડૉ.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 135 મી જન્મ જયંતીની ઉજવણી કરાઈ*

Editor Dahod Live
1 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*સુખસર ખાતે ડૉ.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 135 મી જન્મ જયંતીની ઉજવણી કરાઈ*

સુખસર,તા.14

 સુખસર ખાતે આજરોજ 14 એપ્રિલના રોજ ભારતના બંધારણના ઘડવૈયા અને મહાન સામાજિક સુધારક ડૉ.બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ની 135 મી જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે દલિત સમાજના સ્થાનિક આગેવાનો, સામાજિક કાર્યકર ભાઈ-બહેનો હાજર રહ્યા હતા.

       કાર્યક્રમની શરૂઆત ડૉ.બાબા સાહેબ ભીમ રાવ આંબેડકરની છબીને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી.ઉપસ્થિત મહાનુભાવોએ તેમના જીવન કાર્ય, સમાનતા,ન્યાય તથા બંધારણીય મૂલ્યો અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.ડૉ.બાબાસાહેબ આંબેડકરના જીવન સંઘર્ષ,દેશ માટેની તેમની લડત અને ભારતીય સંવિધાનના ઘડતરમાં તેમના અમૂલ્ય યોગદાન ને યાદ કર્યું હતું.ઉપસ્થિત લોકોએ સંવિધાનના મૂળભૂત સિદ્ધાંતો જેવા કે સમતા,બંધુતા અને ન્યાય વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.ડૉ.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરએ સમાજના પીડિત અને વંચિત વર્ગોના ઉદ્ધાર માટે જીવનભર સંઘર્ષ કર્યો હતો.તેમના વિચારો આજે પણ સમાજ માટે પ્રેરણા સ્ત્રોત છે.અંતે ઉપસ્થિત સૌએ તેમના દર્શાવેલા માર્ગ ઉપર ચાલવાનો સંકલ્પ કર્યો હતો. 

    યુવાનોને બાબાસાહેબના વિચારો અપનાવી સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે’જય ભીમ’ના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતું.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard