ગૌરવ પટેલ :- લીમખેડા
લીમખેડા નગરમાં એક દંપતિએ પોતાના બાળકના ખોટો પુરાવો ઉભા કરી બાળકને અન્ય દંપતિને સોંપી દીધું
લીમખેડા તા.૦૬
દાહોદ જિલ્લાના લીમખેડા ગામે એક દંપતિએ પોતાના નવજાત બાળકના ખોટો પુરાવો બનાવી અન્ય એક દંપતિને બાળક સોપી દેતા આ મામલો જિલ્લા બાળ અધિકારી, દાહોદની સમક્ષ આવતા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા નવજાત બાળકના મુળ માતા પિતા તેમજ બાળકને દત્તક લેનાર દંપતિ સામે ફરીયાદ નોંધાવ્યું હોવાનુ જાણવા મળેલ છે.
લીમખેડા નગરમાં ભરવાડ ફળીયામાં રહેતા વિજયકુમાર સ્વામિનાથ ચૌહાણ તથા તેમની પત્નિ રીતાદેવી વિજયકુમાર ચૌહાણે પોતાના નવજાત બાળકને પોતાના જ વિસ્તારમાં રહેતા રાયસીંગભાઈ તેંરસીંગભાઈ ભાભોર તથા તેમની પત્નિ રમીલાબેન રાયસીંગભાઈ ભાભોરને ગેરકાયદેસર રીતે સોપીં તથા તલાટી કમ મંત્રી પાસે ખોટો પુરાવો બનાવડાવી ઉપરોક્ત બંન્ને દંપતિએ એકબીજાની મદદગારી કરતા આ મામલો જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શાંતિલાલ ખેમાભાઈ તાવીયાડ સમક્ષ આવતા આ સંબંધે શાંતિલાલ ખેમાભાઈ તાવીયાડ લીમખેડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.