ગૌરવ પટેલ :- લીમખેડા
લીમખેડા તાલુકાના મંગલ મહુડી નજીક માર્ગ અકસ્માત ટ્રાફિક ક્લિયર કરાવવા આવેલી પોલીસની સરકારી સહીત બે ગાડીઓને ગાડીને ટ્રકે ટક્કર મારી :બે ઈજાગ્રસ્ત..
મંગલ મહુડી નજીક સોયાબીન ની ભૂસી ભરેલી ટ્રક પલટી મારતા ટ્રાફિક જામ સર્જાયો હતો..
દાહોદ તા.27
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મંગલ મહુડી નજીક ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે ઉપર રાત્રિના સમયે સોયાબીનની ભૂસી ભરેલા ટ્રકે પલટી મારતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તેવા સમયે ટ્રાફિક ક્લીયર કરાવવા આવેલી પોલીસની સરકારી ગાડીને પાછળથી માતેલા સાંઢની જેમ ઘસી આવેલા ટ્રકે પોલીસની સરકારી ગાડી તેમજ અન્ય એક ફોરવીલર ગાડીને પાછળથી અડફેટે લેતા બે વ્યક્તિઓને ઇજાઓ પહોંચવાનું જાણવા મળ્યું હતું..
ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર અવારનવાર અકસ્માતોના બનાવો બનતા આ હાઇવે અકસ્માત ઝોન તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યો છે ત્યારે વીતેલા 24 કલાકમાં આ હાઇવે ઉપર ત્રણથી ચાર અકસ્માતોના બનાવો બનવા પામ્યા છે તેમાં મૂંગા પશુઓ સહિત બે થી ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે તેવા સમયે લીમખેડા તાલુકાના મંગલ મહુડી નજીક રાત્રિના સમયે સોયાબીન ભરેલી ટ્રક પલટી ખાતા હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આ બનાવની જાણ લીમખેડા પોલીસને થતા લીમખેડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક ક્લીયર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી તે સમયે પાછળથી પૂરઝડપે આવી રહેલા MP-09-HH-3674 નંબરના ટ્રકે લીમખેડા પોલીસની GJ-20-GS-1067 નંબરની સરકારી ગાડીને તેમજ GJ-23-CC-23 હોન્ડા સીયાસ ફોર વ્હીલર ગાડીને અડફેટે લેતા રોડ ની સાઈટમાં ઉભેલા બે ત્રણ ઈસમોને ઈજાઓ પહોંચી હતી ત્યારબાદ ઈજાગ્રસ્તોને 108 ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હોવાનું જાણવા મળ્યું હતું.ત્યારે પોલીસે અકસ્માત બાદ ટ્રક ચાલકની અટકાયત કરી અકસ્માત અંગેનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી…