ગૌરવ પટેલ :- લીમખેડા/બાબુ સોલંકી :- સુખસર
દેવગઢ બારીયા તાલુકાના સેવાનીયા ગામના દુષ્કર્મ તથા પોક્સોના ગુનામાં સંડોવાયેલા આરોપીને ૨૦ વર્ષની સજા ફટકારતી લીમખેડા કોર્ટ.
વર્ષ-2020 માં 16 વર્ષીય સગીરાને અપહરણ કરી દુષ્કર્મ આચરવા સંબંધે આરોપીની વિરુદ્ધમાં સાગટાળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
વિવિધ ગુન્હાની કલમોમાં આરોપીને 20 વર્ષની સજા તથા રૂપિયા 50000 દંડ ફટકારવામાં આવ્યો.
( પ્રતિનિધિ ) સુખસર,તા.26
દાહોદ જિલ્લામાં અપહરણ, બળાત્કાર જેવા ગુન્હાઓ બનતા રહે છે. જે પૈકી કેટલાક ગુનાઓ સમાધાન રૂપે સમેટી લેવામાં આવતા હોય છે. જ્યારે કેટલાક કુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી થાય છે તેમાં કેટલાક આરોપીઓને સજાઓ પણ ફટકારવામાં આવે છે તેમ છતાં આવા ગુનાઓ આચરતા ગુનેગારો નિર્ભય બની ગુન્હા આચરતા ખચકાતા નથી. તેવો જ એક કિસ્સો દેવગઢબારિયા તાલુકાના એક ગામની સોળ વર્ષિય સગીરાને મોસાળમાં પાડોશી દ્વારા સમજાવી,પટાવી અપહરણ કરી ગયા બાદ દુષ્કર્મ આચરતા તેની સાગટાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.જે બાબતનો કેસ લીમખેડા કોર્ટમાં ચાલી જતા આરોપીને 20 વર્ષની સજા સહિત 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં ગુન્હા આચરતા ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો આવ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્તિ વિગતો મુજબ દેવગઢબારિયા તાલુકાના એક ગામની 15 વર્ષ 11 માસ 5 દિવસની સગીરાને દેવગઢ બારીયા તાલુકાના સેવનિયા ગામના નિશાળ ફળિયામાં રહેતા વિક્રમભાઈ બાબુભાઈ નાયક ગત તારીખ 18/12 /2020 ના રોજ રાત્રિના સમયે અપહરણ કરી ગયો હોવા બાબતે સગીરાના પરિવારને જાણ થતા સગીરાના પરિવારે છોકરા પક્ષના લોકોને સાગીર છોકરીનો કબજો પરત સોંપી દેવા જણાવવા છતાં નહીં સોંપતા તેની સાગટાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી.જેનો કેસ લીમખેડા કોર્ટમાં ચાલી રહ્યો હતો.જેનો ચુકાદો આજરોજ લીમખેડા નામદાર કોર્ટે દ્વારા આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
નામદાર કોર્ટ દ્વારા ચુકાદો આપતા આખરી હુકમમાં જણાવવામાં આવ્યું હતું કે, ક્રિમિનલ પ્રોસિજર કોડ ની કલમ-235 (2) અન્વયે આ કામના આરોપી વિક્રમ બાબુભાઈ નાયક રહે. સેવાનીયા નિશાળ ફળિયુ,તાલુકો. દેવગઢબારીયા જીલ્લો.દાહોદનાને ભારતીય દંડ સંહિતાની કલમ-363 મુજબના ગુનામાં ત્રણ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 10,000 પુરા નો દંડ કરવામાં આવે છે.અને આરોપી જો દંડ ના ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ભોગવી તેવો હુકમ કરવામાં આવેલ છે.આરોપીએ ભરેલ દંડની રકમ અપીલ સમય વીત્યા બાદ વળતર પેટે આ કામના ભોગ બનનારને ચૂકવી આપવા પણ આદેશ કરવામાં આવ્યો છે.
ક્રિમિનલ પ્રોસિજર કોડ ની કલમ- 235 અન્વયે આ કામના આરોપી વિક્રમભાઈ નાયકના ઓને ભારતીય દંડ સંહિતાની કલમ 366 મુજબના ગુનામાં સાત વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 10,000 પુરા નો દંડ કરવામાં આવેલ છે.અને આરોપી જો દંડ ના ભરે તે વધુ ત્રણ માસની સાદી કેદની સજા ભોગવવી તેવો હુકમ કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળે છે.જ્યારે ભારતીય દંડ સંહિતાની કલમ 376 (2) (3) મુજબના ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 50,000 પુરા નો દંડ ફટકારવામાં આવેલ છે.અને આરોપી જો દંડના ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા ભોગવી તેવો હુકમ કરવામાં આવેલ છે.અને આ રકમ અપિલ સમય વીત્યા બાદ વળતર પેટે આ કામના ભોગ બનનારને ચૂકવી આપવા પણ જણાવવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ- 235 બે અન્વયે આ કામના આરોપી વિક્રમ નાયક નાઓને ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફોર્મ સેક્સ્યુઅલ
ઓફેન્સીસ એક્ટ 2012 ની કલમ 4 મુજબના ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 25,000 પુરા દંડ કરવામાં આવેલ છે.અને આરોપી જો આ દંડ ના ભારે તો વધુ છ માસની સાદી કેદની સજા ભોગવી તેવો હુકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.જ્યારે ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ 2012 ની કલમ 6 મુજબના ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 25000 પુરા દંડ કરવામાં આવેલ છે.અને આરોપી જો દંડ ના ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા ભોગવી તવો પણ હુકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.ભરેલ રકમ અપિલ સમય વીત્યા બાદ વળતર પેટે આ કામના ભોગ બનનારને ચુકવી આપવા હુકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
ઉપરોક્ત હુકમમાં લીમખેડા નામદાર કોર્ટ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે,ક્રિમિનલ પ્રોસિજર કોડ ની કલમ-427 મુજબ આરોપીએ ઉપરોક્ત તમામ કેદની સજા એક સાથે ભોગવવાની રહેશે.તેમ જ આરોપીને ક્રિમિનલ પ્રોસિજર કોડ ની કલમ 428 મુજબ કાચા કામના કેદી તરીકે ભોગવેલ સજા મજરે આપવામાં આવશે.આ કામે કબજે કરવામાં આવેલ મુદ્દા માલ કપડા અને બીજી ચીજ વસ્તુઓનો અપીલ સમય વીત્યા બાદ નાશ કરવો.ક્રિમિનલ પ્રોસિજર કોડ ની કલમ 363 (1) મુજબ આ હુકમની એક નકલ આરોપીને વિના મૂલ્યે આપવા હુકમ કરવામાં આવ્યો છે.તેમજ હુકમ મુજબ આરોપીનુ સજા વોરંટ ભરવા જણાવવામાં આવ્યું છે. ક્રિમિનલ પ્રોસિજર કોડ ની કલમ 365 (1) અન્વયે આ ચુકાદાની એક નકલ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી દાહોદને મોકલી આપવા જણાવ્યું છે.ઉપરોક્ત હુકમ 26 ડિસેમ્બર-2022 ના રોજ ખુલ્લી અદાલતમાં વાંચી સંભળાવી જાહેર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.