
ઝાલોદ તાલુકાના લીમડી ગામે અજાણ્યા વાહનની અડફેટે અસ્થિર મગજની મહિલાનું મોત….
દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી ગામેથી દેપાડા ગામે એક અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે હંકારી લાવતાં રસ્તેથી પસાર થઈ રહેલ એક અસ્થિર મગજની મહિલાને અડફેટમાં લેતાં મહિલાનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ગત તા.૧૭મી જુનના રોજ લીમડી દેપાડા ગામે દાહોદ ઝાલોદ હાઈવે રોડ ઉપરથી એક અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ એક અસ્થિર મગજની મહિલાને અડફેટમાં લેતાં મહિલાને શરીરે, હાથે પગે અને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું.
આ સંબંધે ઝાલોદ તાલુકાના દેપાડા ગામે પરમાર ફળિયામાં રહેતાં રાજેશભાઈ ખાતરભાઈ પરમારે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
————————–