
રાજ્ય સરકાર તરફથી ચીફ ઓફિસરોની બદલી ઓર્ડર થયાં..
પણ તેમાંયે ઝાલોદ પાલિકાનું નામ જ ન આવતા ઝાલોદ ચીફ ઓફિસરનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
ઝાલોદ નગરપાલિકામાં છેલ્લા 5 વર્ષથી હવાલાના ચીફ ઓફિસરનો જ વહીવટ
પાલિકામાં કુલ 16 આદેશ કરાયા બાદ 11 ઓફિસર બદલાયા…
દાહોદ જિલ્લામાં ત્રણ પાલિકા પૈકીની ઝાલોદ નગર પાલિકામાં મુખ્ય અધિકારીની જગ્યા પર લાગેલું ગ્રહણ આજ પર્યંત લાગેલું જ છે
દાહોદ તા.18
નગરપાલિકાના વિકાસના તેમજ મહત્વના દફ્તરી કાર્યો કરવામાં મુશ્કેલી પડી રહી છે .કાયમી ચીફ ઓફિસરની નિમણુંક થાય તે માટે લોકો દ્વારા ચર્ચાય રહ્યુ છે. મહત્વનું છે કે પાલિકાના વહીવટી કાર્યો કરવામાં મહત્વના 15 જેટલાં વિભાગમાં ચીફ ઓફિસરની સહીની જરૂર હોઈ સાથે જ અન્ય કાર્યો કરવામાં આપણે ચીફ ઓફિસરની સહીની જરૂરિયાત રહેતી હોય છે . ત્યારે આ તમામ કાર્યો કરવામાં કાયમી ચીફ ઓફિસર ન હોવાથી ગણા કામો અટકી જાય છે
.ક્યારેક ચાર્જમાં તો કયારેક કરાર આધારિત નિમણૂક લઈને આવતા ચીફ ઓફિસર માત્ર સમય જ પસાર કરવાં માટે ઝાલોદ નગરપાલિકા ની નોકરી કરવા આવતા હોય તે રીતે ક્યારેક 13 થી 15 દિવસ માટે તો ક્યારેક બે થી ત્રણ માસ માટે ખાલી જગ્યા ભરવા માટે જ આદેશ થાય ને હાજર થઈને મોબાઇલ થી જ પાલિકાની કામગીરી ચાલતી રહી છે
છેલ્લા બે દિવસ પહેલા જ રાજ્ય સરકાર તરફથી ચીફ ઓફિસરોની બદલી ઓર્ડર થયાં પણ તેમાંયે ઝાલોદ પાલિકાનું નામ જ ન આવતા ઝાલોદ ચીફ ઓફિસરનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે . આમ લોક મુખે ચર્ચાય રહ્યું છે .છેલ્લે છેલ્લે સ્થાનિક રાજકીય આગેવાનો દ્વારા મોવડી મંડળ સમક્ષ ધારદાર રજૂઆતો થવા છતાં પાણીનું નામ ભુજ સાબિત થયું છે . ઝાલોદ ની પ્રજાનું એક કાયમી ચીફ ઓફિસરનું સપનું કોણ અને ક્યારે પૂરું કરશે એ પ્રશ્નનો જવાબ હાલ તો કોઈ પાસે નથી . કેમ કે આખા જિલ્લામાં એક ચીફ ઓફિસર ત્રણ ત્રણ નગર પાલિકાનો વહીવટ સાંભળી રહ્યા છે .હાલ તો નગર પાલિકાની ચિફઓફિસરની ચેમ્બર માં છેલ્લા ચીફ ઓફિસર તરીકે આર.બી પરમાર નું નામ જોવાઇ રહ્યું છે