
રાહુલ ગારી ગરબાડા
દાહોદ જિલ્લામાં બે જુદા જુદા બનાવોમાં લંપટ યુવાનોએ આંગણવાડીની આશાવર્કર સહીત બે મહિલાની કરી છેડતી:પોલીસ ફરિયાદ નોંધાઈ..
ગરબાડા તાલુકાના ઝરી ખરેલી ગામના વિપુલભાઈ ફખરુંભાઈ ગણાવા નામક લંપટ યુવાને ગરબાડા તાલુકામાં આંગણવાડીમાં આશા વર્કર તરીકે કામ કરતી મહિલાનો એકલતાનો લાભ લઇ હાથ ખેંચી મહિલાની છેડતી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો.
ઉપરોક્ત બનાવમાં છેડતીનો ભોગ બનનાર મહિલાએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ગરબાડા પોલીસે લંપટ યુવાન વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
છેડતીનો બીજો બનાવ દાહોદ તાલુકામાં બનવા પામ્યો છે જેમાં ખરોદા ગામ ના અનિલ દીપાભાઇ ભાભોરે તેના બાપુભાઈ હકરીયાભાઈ ભાભોરની મદદ વડે દાહોદ તાલુકાની રહેવાસી મહિલાના ઘરમાં ઘૂસી બળજબરી કરી છેડતી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તેના મિત્ર બાપુ ભાભોરની બાઈક પર બેસી ભાગી ગયો હતો.
ઉપરોક્ત બનાવમાં ભોગ બનનાર મહિલાએ દાહોદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા દાહોદ રૂરલ પોલીસે બળજબરીપૂર્વક છેડતી કરનાર બંને ઈસમો વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.