
રાહુલ ગારી :- ગરબાડા
જેસાવાડા પોલીસ સ્ટેશનમાં રાયોટિંગના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પોલીસે દબોચી જેલહવાલે કર્યોં..
રાયોટીંગ ના ગુનામાં આરોપી છેલ્લા બે વર્ષથી ફરાર હતો
ગરબાડા તા.22
જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ એન.એમ રામી તેમજ જેસાવાડા સર્વેલન્સ સ્કોડ માણસો સાથે જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન જેસાવાડા પોલીસ મથકના રાયોટીંગના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા બે વર્ષથી ફરાર આરોપી નરેશભાઈ મડીયભાઈ ભાઈ ભાભોર તેના ઘરે વડવા હોવાની બાકીના આધારે પોલીસે આરોપીના ઘરે રેડ પાડી આરોપીને તેના પકડી પાડી જેસાવાડા પોલીસ મથકે લાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી આમ જેસાવાડા પોલીસને રાયોટીંગ ના ગુનામાં સડોવાયેલ અને છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પાડી જેલ ભેગો કર્યો હતો.