
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાની કોટડા પ્રાથમિક શાળા ખાતે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી
શાળાના બાળકો તેમજ શિક્ષકો દ્વારા વિશ્વ વન દિવસ નિમિત્તે જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવી
ગરબાડા તા.22
ગરબાડા તાલુકાની કોટડા પ્રાથમિક શાળા ખાતે આજે તારીખ 21 માર્ચના રોજ વિશ્વ વન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના બાળકો દ્વારા વિશ્વ વન દિવસની ઉજવણીના ભાગરૂપે ચકલીઓ માટે વિવિધ પ્રકારના માળાઓ બનાવ્યા હતા અને શાળામાં વકૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર બાળકોને ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ વિશ્વ વન દિવસ નિમિત્તે શાળા પરિવાર તેમ જ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.