
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી તાલુકા પંચાયતમાં સરીસર્પોનો સામ્રાજ્ય:કચેરીમાં ઝાડી ઝાખરાના લીધે અવારનવાર ઝેરી સાપ ખુલ્લેઆમ નજરે પડતા લોકોમાં ભય..
સંજેલી તાલુકા પંચાયત ખાતે 7 ફૂટ લાંબો ભયંકર ધામણ નામનો ઝેરી સાપ નીકળતા દોડધામ મચી.
સંજેલી તાલુકા પંચાયત ખાતે 2 મહિનામાં 3 જેટલા ઝેરી સાપ નીકળ્યા.
સંજેલી તાલુકા પંચાયત ખાતે 7 ફૂટ લાંબો ઘમણનામનો ઝેરી સપનું રેસ્ક્યુ કરાયું. ભારે જેહમત બાદ ઝેરી સાપ પકડાતા રાહતનો શ્વાસ લીધો.
ધામણનામથી ઓળખાતો સાપ જો ગાય ભેંસ નીચે નીકળી જાય તો તરતજ મૃત્યુ પામી શકે છે તેઓ ઝેરી સાપ તાલુકામાં ઘૂસ્યો
સંજેલી તા.22
સંજેલી તાલુકા પંચાયત ખાતે વરસાદી પાણીનો નિકાલ સહિત સ્વચ્છતાનો અભાવ કમ્પાઉન્ડમાં અને બાગ બગીચામાં ઝાડી જાખરા ઊગી નીકળતા સ્વચ્છતાનો અભાવ ના કારણે અવારનવાર ઝેરી સાપ નીકળતા હોય છે. કમ્પાઉન્ડમાં પાણીનો ઘેરાવો તેમજ જાડી જાખરા ની સાફ-સફાઈ રાખવામાં આવે તો સાપ કે જીવ જંતુ ન આવી શકે. વહેલી તકે ઝાડી જાંખરાની સાફ-સફાઈ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી. સંજેલી તાલુકા પંચાયત ખાતે ઠેર ઠેર ઝાડી જાખરા ઊગી નીકળતા જીવજંતુ બેસી રહે તેવા વૃક્ષો ઊગી નીકળ્યા છે જેથી આસપાસના વિસ્તારના લોકોને ઝેરી જીવ જંતુનો પણ ભય સતાવી રહીયો છે. સંજેલી તાલુકા પંચાયત તેમજ સેવા સદન કચેરીમાં ખાતે ઝાડી ઝાખરા ઊગી નીકળતા સ્વચ્છતાનો અભાવ અવારનવાર ઝેરી સાપ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. હજી પણ એક સાપ જાડી જાખરા માં ફરે છે તંત્ર દ્વારા વહેલી તકે સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. મામલતદાર કચેરીના કંપાઉન્ડના પાછલા ભાગે અવિરત ગંદકીના કારણે ઝેરી જીવ જંતુઓ અવાર જોવા મળતા હોય છે, 2 મહિનામાં ત્રણથી વધુ ઝેરી નીકળતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે, ગંદકીને, ઝાડી જાખરાને સાફ કરવામાં આવે તેવી પ્રભળ માંગ ઉઠવા પામી છે. જો વહેલી તકે સાપ સફાઈ કરવામાં ન આવે તો સાપોનું સામ્રાજ્ય બની જશે તેવું લાગી રહ્યું છે.