
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખાણીપીની દુકાનો પર ચેકીંગ હાથ ધરાયું
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આકસ્મિક ચેકીંગ હાથ ધરાતા ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ
ગરબાડા તા.17
ગરબાડા મા આજે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દાહોદ દ્વારા ખાણીપીણીની દુકાનો પર ચેકિંગ કરવામાં આવ્યું હતું વહેલી સવારે થી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે અલીરાજપુર રોડ પર આવેલ દૂધનુ વેચાણ કરતા વેપારીઓને ત્યાંથી દૂધના બે નમૂના લીધા હતા. અને કરિયાણાની દુકાન પરથી વરિયાળીનો પણ એક સેમ્પલ લેવામાં આવ્યો હતો. ગરબાડા બજારમાં ખાદ્ય-સામગ્રી વેચતા નવ દુકાનો પર ચેકિંગ કરતા ત્રણ દુકાનદારો પાસેથી ખાવાપીવા નુ વેચાણ કરતા વેપારીઓ પાસેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ નો પરવાનો ના મળતા ત્રણે વેપારીઓને નોટિસ પાઠવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા અચાનક ચેકીંગ હાથ ધરતા ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતાં વેપારીઓમાં ગભરાહટ ફેલાઈ જવા પામી હતી.