
જીગ્નેશ બારીયા :- દાહોદ
ફતેપુરા તાલુકાના વાંદરિયા પૂર્વ ગામની પ્રાથમિક શાળામાં તસ્કરોનો હાથફેરો: એલસીડી મોનિટર તેમજ રોકડ મળી 20 હજાર ઉપરાંતની માલમતા ચોરીને અંજામ આપી તસ્કરો ફરાર..
દાહોદ તા.03
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વાંદરિયા પૂર્વ ગામે આવેલ પ્રાથમિક શાળામાં તસ્કરોએ હાથફેરો કરી ઓફિસમાંથી એલ.સી.ડી, મોનીટર વિગેરે મળી કુલ રૂપિયા 20500/- નો હાથફેરો કરી તસ્કરો નાસી જતા પોલીસમાં ફરિયાદ નોંધવા પામી છે.
ગત તા.01 ઓક્ટોબરના રોજ વાંદરિયા ગામે આવેલ પૂર્વ પ્રાથમિક શાળામાં તસ્કરો પ્રવેશ્યા હતા અને પ્રાથમિક શાળાની ઓફિસના મુખ્ય દરવાજાનું તાળું તોડ્યું હતું. ઓફિસમાંથી એલ.સી.ડી, મોનીટર વિગેરે મળી કુલ રૂપિયા 20500/- ની મત્તાની ચોરી કરી લઇ તસ્કરો નાસી જતા આ સંબંધે શાળામાં ફરજ બજાવતા ધારજીભાઈ મડીયાભાઈ પારગીએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.