
ભાવેશ રાઠોડ :- એડિટર ઈન ચીફ
ગૌવંશ સહીત રખડતા ઢોરોના આશ્રય સ્થાન માટે પાલિકાના વિવાદિત નિર્ણય
દાહોદ શહેરમાંથી પકડાયેલા ગૌવંશ સહીતના ઢોરો મુકવા માટે ઘનકચરાના પ્રોસેસ માટેના ડમ્પિંગ યાર્ડ (કચરા ડેપો)માં શેડના નિર્માણથી પશુ પ્રેમીઓ તેમજ ગૌરક્ષકોમાં રોષની લાગણી
33 કરોડ દેવતાઓનો વાસ ધરાવતી ગૌમાતાને રાખવા માટે કચરા ડેપોમાં શેડના નિર્માણ સામે જાગૃત લોકો,સમાજસેવી સંગઠન તેમજ સ્વયંસેવકોમાં રોષ ભભૂક્યો
ઘનકચરાના ડેપોમાં હિંસક કૂતરાઓનું ઝૂડ,ગોવંશ તેમજ રખડતા ઢોરોની સલામતી સામે પ્રશ્નાર્થ..
કચરા ડેપોમાં ગૌમાતા તેમજ મુંગા પશુઓને રાખવા કેટલા અંશે યોગ્ય?સળગતો સવાલ…??
દાહોદ તા.૦૩
અમદાવાદ-ઇન્દોર હાઈવે પર સ્થિત ઘન કચરાના પ્રોસેસ માટેના ડમ્પિંગ યાર્ડમાં રખડતા કૂતરાઓના ઝૂડની જીવંત તસવીરો
દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવું દાહોદ શહેર સ્માર્ટ સીટી તરફ પ્રયાણ કરી રહ્યું છે ત્યારે દાહોદ શહેરવાસીઓ માટે ખાસ માથાના દુઃખાવા સમાન એમ રખડતા પશુ બની રહ્યાં છે ત્યારે દાહોદ પાલિકા દ્વારા કેટલાંક સમય પુર્વે આ રખડતાં પશુઓનોનો જાપ્તો મેળવવા માટે ટેન્ડર પ્રક્રિયા પણ બહાર પાડવામાં આવી હતી અને લગભગ આ કામગીરી માટે ટેન્ડર અપાઈ પણ ચુંક્યાં છે પરંતુ હાલ સુધી રખડતા પશઓને પાંજરે પુરી તે તરફની યોગ્ય કામગીરી હાલ સુધી શરૂં કરવામાં આવી નથી ત્યારે બીન સત્તાવાર મળતી માહિતી પ્રમાણે, દાહોદ શહેરની બહાર એટલે કે,
કચરાડેપોમાં ગૌવંશ સહીત રખડતા ઢોરો માટે નિર્માણધીન શેડની તસ્વીર
ઈન્દૌર – અમદાવાદ નેશનલ હાઈવેની બાજુમાં આવેલ ડમ્પીંગ યાર્ડ ફર ચર્ચાની એરણે ચઢેલ છે. આ ડમ્પીંગ યાર્ડ (કચરાના ઢગલા) માં રખડતા પશુઓ અને ખાસ કરીને ગાયો જેવા ગૌવંશને પકડી લાવી આ ડમ્પીંગ યાર્ડમાં કોઈક જગ્યાએ રાખવા હોવાની ચર્ચાઓ વચ્ચે ગૌવંશોમાં ભારે આક્રોશ ફેલાયો છે. કારણ કે, આવી ગંદકીમાં ગાય જેવા ગૌવંશનો બાંધી રાખવા કેટલા યોગ્ય છે? તે એક વિચાર માંગી લેતો પ્રશ્ન છે પરંતુ પાલિકા સત્તાધિશોના એકબે મળતીયાઓના ઈશારે અને મનમાનીના કારણે આ નિર્ણય લેવામાં આવી રહ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે ત્યારે ખાસ કરીને ગૌ રક્ષકો અને પશુ પ્રેમીઓ આ મામલે ભારે આક્રોશ વચ્ચે અંદરો અંદર રોષ પણ જાેવા મળી રહ્યો છે.
દાહોદ શહેરમાં જ્યાં જુઓ ત્યાં હાલ રખડતા પશુઓ જેમાં ગૌવંશનો પણ સમાવેશ થાય છે. ગૌવંશ સિવાય અન્ય પશુઓ જેવા કે, ગધેડા વિગેરે જેવા પશુઓ જાહેર માર્ગાે ઉપર દોડાદાડીના દ્રશ્યો વચ્ચે માર્ગ અકસ્માતો સર્જાવવાનો પણ ભય રહેતો આવ્યો છે અને ભુતકાળમાં રખડતા પશુઓના જાહેર માર્ગાે ઉપર દોડાદોડીના કારણે અકસ્માતો પણ સર્જાયા છે અને ઘણા વ્યક્તિઓને ઈજાઓ પણ થઈ હતી. દાહોદ શહેરમાં જાહેર માર્ગાે ઉપર પશુઓ હરહંમેશ પોતાનો અડીંગો પણ જમાવી બેસી રહેતો હોય છે અને જેને કારણે અવર જવર કરતાં વાહન ચાલકો અને રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને ઘણીવાર તો આને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા આવ્યાં છે ત્યારે દાહોદ નગરપાલિકા દ્વારા કેટલાંક સમય પુર્વે આવા રખડતા પશુઓને ઝબ્બે કરવાની કામગીરીનો નિર્ણય પણ કર્યાે હતો અને પશુ માલિકો સામે દંડનીય કાર્યવાહી કરવાની પણ તૈયારી બતાવી હતી. જાણવા મળ્યાં અનુસાર, પાલિકા તંત્ર દ્વારા આ મામલે ટેન્ડર પ્રક્રિયા પ્રમાણે પશુઓનો કબજાે મેળવી ખાસ કરીને ગૌવંશનો કબજાે મેળવી તેની સાર સંભાળ માટે જેતે વ્યક્તિઓને ટેન્ડર પણ આપી દેવામાં આવ્યાં છે પરંતુ કોઈક કારણોસર આ કામગીરી હજુ સુધી પણ શરૂં થવા થવા પામી નથી ત્યારે જાણવા મળ્યાં અનુસાર, દાહોદ નગરપાલિકાના કેટલાંક હીતસેવી તત્વો દ્વારા એકબીજાના મેળાપીપણા અને મનસ્વી રીતે ગૌવંશ માટે દાહોદ ડમ્પીંગ યાર્ડ (કચરાનો ઢગ) માં ખાસ ગૌવંશ માટે એક શેડ બાંધી દેવામાં આવ્યો છે. માત્ર ૧૨ થી ૧૫ પશુઓ બાંધી શખાય એટલી જગ્યા આપવામાં આવી છે અને દાહોદ શહેરમાં અંદાજે ૧૨૦૦ થી વધુ પશુઓ રખડતા હોય છે પરંતુ મુદ્દો એ નથી કે કેટલાં પશુઓ છે પરંતુ મુદ્દો એ છે કે, આવી ગંદકીવાળી જગ્યાએ ગૌવંશને રાખવા કેટલાં યોગ્ય છે. કચરાના ઢગલામાં ફાળવેલ જગ્યામાં ખાસ ગૌવંશને બાંધવા યોગ્ય છે ખરૂં? કારણકે કે, એક તરફ ગૌવંશને હિન્દુ ધર્મમાં માતાનો દરજાે આપવામાં આવી રહ્યો છે ઘણા હિન્દુ સંગઠનો દ્વારા ગૌવંશને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની પણ માંગણી કરવામાં આવી રહી છે ત્યારે દાહોદ શહેરમાં રખડતા પશુઓ અને તેમાંય ગૌવંશને આવી ગંદકીના સ્થળે બાંધી રાખવા એ સત્તાધીશોને શોભશે ખરૂં એ એક યક્ષ પ્રશ્ન બની રહ્યો છે. આ અંગેની જાણ દાહોદના ગૌ રક્ષકો અને ગૌપ્રેમીઓને થતાં તેઓ આ નિર્ણયને સખ્ત શબ્દોમાં માનવામાં ઈન્કાર કરી દીધો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે આવનાર દિવસોમાં આ પ્રકરણ કેવા પ્રકારનું રૂપ ધારણ કરશે તે જાેવાનું રહ્યું.
પાલિકાના ચીફ ઓફિસરના મરજી વિરુદ્ધ ડમ્પિંગ યાર્ડમાં ગૌવંશ સહિત રખડતા ઢોરોના આશ્રય સ્થાન બનાવવા માટે કામ જારી: પાલિકામાં પ્રભુત્વ તેમજ અહમની લડાઈ માટે ગૌવંશ સહીત મુંગા પશુઓ પર અત્યાચાર કેટલા અંશે યોગ્ય…??
પાલિકાના આંતરિક સૂત્રો ની માહીતી મુજબ ચીફ ઓફિસર ની મરજી વિરુદ્ધ પણ આ શેડ ની બાંધકામ ની પ્રક્રીયા દબાણ નીતી અપનાવી ચાલુ રાખવા મા આવી છે.યક્ષપ્રશ્ન એ છે કે આ લડાઈ નગરપાલિકા માં પ્રભુત્વ સ્થાપિત કરવાની અને પોતાનો રાજકીય અહમ સંતોષવા માટે ગૌવંશ ને કચરા યોગ્ય ગણી કચરા યાર્ડ મા જ સ્થાન આપવાની અદ્ભુત લડાઇ લડવા વાળા માટે આવનારો સમય ગોવંશ ને આપનારુ સ્થાન જ નકકી કરશે અને તેમનું રાજકીય સ્થાન પણ ગૌવંશ ને આપનારા સ્થાન ઉપર જ નક્કી થશે . કચરા માં જ ગૌવંશ ને સ્થાન અપાય તો તેમનું સ્થાન ક્યાં હોવું જોઈએ એ દાહોદ ની જનતા એ નકકી કરવાનુ છે