ફતેપુરા તળાવની બાજુમાં સરકારી જમીનમાં સૂકા ભીના કચરાના નિકાલ માટે બનાવેલ સેડ તોડી પાડ્યો
ફતેપુરા તા.
ફતેપુરા ગ્રામ પંચાયત વારંવાર કોઈને કોઈ કારણોને લઈને વિવાદમાં રહી છે ત્યારે ફતેપુરા ગ્રામ પંચાયતમાં આવેલ સરકારી તળાવની જમીન ઉપર ભૂ માફીયા ના ડોળાઓ ફરી રહ્યા છે ત્યારે સરકારની કરોડોની જમીન ઉપર ચાંલ્લા સાથે ઈફ્તારીમા કોણ કોણ સામેલ સરકારી જમીન ઉપર બાંધવામાં આવેલ સેગ્રીકેશન કોની નજર હેઠળ તોડી પાડ્યો ? કોને સત્તા આપી ? કે કોની રહેમરાહ છે ગ્રામ પંચાયત સફાળું કેમ જાગ્યું તેવા ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે
ફતેપુરાના મધ્યમ કબ્રસ્તાન સામે વરસો જૂનો સરકારી ગામ તળનો તળાવ આવેલ છે આ તળાવમાં ગ્રામ પંચાયત દ્વારા પાંચ વર્ષ પહેલા અંદાજે ત્રણ થી ચાર લાખના ખર્ચે સરકારી જમીન પર ઘન કચરાના નિકાલ માટે સેગ્રીકેશન શેડ બનાવવામાં આવ્યો હતો આ સેડ નજીકના ભૂ માફિયાઓ દ્વારા તોડી પાડી જમીન પરથી સેડ હટાવી જગ્યા ખુલ્લી કરી દેવામાં આવી હતી તળાવની સરકારી જગ્યામાં સરકારી મિલકતને નુકસાન પહોંચાડી સેગ્રીકેશન સેડ તોડી હટાવી દેવાતા પંથકમાં ખળભળાટ મચી જવા પામી હતી
ફતેપુરા મુસ્લિમ સમાજના કબ્રસ્તાન ની સામે આવેલ સરકારી તળાવની જમીન ઉપર વારંવાર ભૂ માફીયાઓ નાનું મોટું દબાણ કરીને તળાવની સરકારે જમીન ઉપર કાચું પાકું બાંધકામ કરીને અથવા તો પોતાનો હકદાવો કરીને સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે વારંવાર સરકારે જમીન ઉપર દબાણને લઈને લોકો રજૂઆતો પણ કરી રહ્યા છે પરંતુ ભૂ માફીયા નાં હાથ લાંબા હોય અને સરકારી બાબુઓને આંખે પાટા બાંધેલા હોય તો આ સરકારી જમીન ઉપર બાંધકામ કરનાર સરકારી જમીન ઉપર કબજો કરનાર વ્યક્તિ ક્યાંથી દેખાય ? તળાવની આજુબાજુ દ્વારા દબાણ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે ઘણી વખત તળાવની માપણી પણ કરવામાં આવી છે પરંતુ તળાવની માપણી સમયે તળાવ પોતાની જગ્યાથી ખસીને બીજાની માલિકીમાં પણ ભરાઈ જાય છે ત્યારે તળાવ કઈ રીતે ખસી જાય તળાવની જમીન ક્યાં જતી રહે તળાવની માપણીમાં કોઈ મોટો ભ્રષ્ટાચાર થયો છે કે શું ? કોઈ તટસ્થ અધિકારી દ્વારા આ તળાવની માપણી કરવામાં આવે તેમ જ તળાવની આજુબાજુ ની કરોડની જમીન ઉપર કરવામાં આવેલા દબાણ દૂર કરવામાં આવે અને દબાણ કરતાં ઉપર સખત મા સખત કાર્યવાહી કકરવામાં આવે તળાવની સરકારી જમીન ઉપર બાંધેલા સેગ્રિકેશન સેડ તોડનાર ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવેલ છે.