
દક્ષેશ ચૌહાણ,ઝાલોદ
ઝાલોદ તાલુકાના તમામ સરપંચોએ મળી વિકાસના કામોને વેગ મળે તે માટે પંચાયત સભા ખંડમા મળી તમામ વિસ્તારની સમસ્યા મુજબ નાયબ તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપ્યું
સરપંચોની મુખ્ય માંગ૬ હતી કે વિસ્તાર અને ગ્રામ પંચાયતોનો ઝડપી વહીવટ માટે ફિક્સ યોજના સહ તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કરવામાં આવે. તેમજ ઇજનેર અને ટેકનિકલ સ્ટાફ ડબ્બલ કરી રેગ્યુલર હાફ ડે કચેરીમાં ફાળવી હાજર રહી બાપોર પછી ફિલ્ડમાં જાય.તેમજ બિલ બનાવવાના ફિક્સ ફોર્મ્યુલા નક્કી કરી બિલો ઝડપથી પાસ થાય અને નાણાં પાંચ સહિત અન્ય યોજનાઓ ના વર્ક ઓર્ડર ઝડપી બને તેમજ બાંધકામ શાખામાં ૧૦ જેટલા લાભાર્થીઓ માટેની બેઠક વ્યવસ્થા કરવી,સમગ્ર કચેરીની સ્વચ્છતા સાથે ગ્રાઉંડ ફ્લોર માં પીવાના પાણીની સુવિધા .વરસાદી પાણીનો નિકાલ અને દરેક ગ્રામ પંચાયત પ્રમાણે દસ્તાવેજી રેકર્ડની જાળવણી માટે લોકર્સની સુવિધા જેવી વિવિધ માંગણી કરાઈ હતી.