
ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચને DDO દ્વારા સસ્પેન્ડ કરાયાનો મામલો: અધિક વિકાસ કમિશ્નર ગાંધીનગર ખાતેવચગાળાનો મનાઈ હુકમ મેળવ્યો.
ફતેપુરા સરપંચે સસ્પેન્સન સામે મનાઈ હુકમ મેળવતા સમર્થકોમાં ખુશીનો માહોલ: ફટાકડા ફોડ્યા..
દાહોદ, તા.ર૬
દાહોદ જિલ્લાના ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ કચરૂભાઈ નવલાભાઈ પ્રજાપતિએ તળાવ ફળીયામાં ગટરના કામમાં ગેરરીતી કરી હોવાની ફરીયાદ દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવી હતી. એક લાખની ગટરની કામગીરીમાં ૪૮ હજારની ગેરરીતી થઈ હોવાનું તપાસ બાદ જણાઈ આવતા દાહોદ જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ ફતેપુરાના સરપંચ કચરૂભાઈ પ્રજાપતિને સરપંચ પદેથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. સરપંચ પદેથી સસ્પેન્ડ કરવાનો ઓર્ડર જીલ્લા વિકાસ અધિકારીએ કરતા સરપંચ કચરૂભાઈ પ્રજાપતિએ સસ્પેન્ડના ઓર્ડર સામે અધિક વિકાસ કમિશ્નર ગાંધીનગર ખાતે મનાઈ હુકમની માંગણી કરી હતી. અધિક વિકાસ કમિશ્નર ગાંધીનગરનાઓએ દાહોદ જિલ્લા વિકાસ અધિકારીના ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ કચરૂ પ્રજાપતિને સસ્પેન્ડ કરવાના હુકમ સામે વચગાળાનો મનાઈ હુકમ કરતા સરપંચ કચરૂભાઈ પ્રજાપતિના સમર્થકોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી.