
દાહોદ:બેંકમાં હડતાળના પગલે અગામી ચાર દિવસ બેંકના કામકાજ બંધ રહેશે..
દાહોદ, તા.ર૬
મહાગુજરાત બેંક એપ્લોઈઝના એશોશિએશનના સભ્યોએ સરકારની જાહેર ક્ષેત્રની બેંકોની કથિત વિરોધી નિતીઓના વિરોધમાં દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી હતી. બેંક કર્મચારીઓના યુનિયને ર૮, ર૯ માર્ચે હડતાળની જાહેરાત કરી છે. આ પહેલા શનિ અને રવિવારની રજા આવશે અને ત્યાર બાદ સોમ અને મંગળવારે હડતાળના કારણે ચાર દિવસ સળંગ બેંકના કામકાજ બંધ રહેશે. દાહોદ જિલ્લાની વાત કરીએ તો આ બેંક હડતાળને કારણે નાણાંકીય વ્યવહાર ખોરવાશે અને વેપાર અને ઉદ્યોગ ધંધા વગેરે ક્ષેત્રને નાણાંકીય વ્યવહારો કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.
આ હડતાળમાં રાજ્યની ૩૬૬પ નેશનલાઈઝ બેંકના ૪૦ હજાર કર્મચારીઓ જાેડાનાર છે કલેરીકર કર્મચારીઓના યુનિયન ઓફ ઈન્ડીયા બેંક એપ્લોઈઝ એશોશિએશને ર૮, ર૯ માર્ચના રોજ રાષ્ટ્રીયવ્યાપી બેંક હડતાળનું એલાન કયુર્ું છે. યુનિયનની મુખ્ય માંગણી છે કે બેંકોનુ ખાનગીકરણ બંધ કરવુ, એનપીએમા ગયેલી કંપનીઓની હેરકટ પોલીસી બંધ કરી તમામ રકમની રીકવરી, બેંક ડીપોઝીટ પર ઈન્ટ્રેસ્ટ રેટમા વધારો કરવો, ગ્રાહકોને વધારાના ચાર્જ કરવાનું બંધ કરવું, નવી પેન્શન સ્કીમ બંધ કરવી, મુદ્દત બાકી ધિરાણોની વસુલી કરવી, ત્યાર સુધીમા રૂપિયા ર.૪૪ લાખ કરોડની એનપીએ થઈ છે. જાણવા મળ્યા અનુસાર જાહેરક્ષેત્રની બેંકોના ખાનગી કરણ માટે સરકારની બીડ સામે અમારો વિરોધ ચાલુ રહેશે તેવુ પણ બેંક કર્મચારીઓ પાસેથી જાણવા મળ્યું છે. યુનિયને આક્ષેપો પણ કર્યા છે કે, પબ્લિક બેંકીંગ સિસ્ટમને મજબુત બનાવવાના પ્રયાસોને બદલે સરકાર જાહેર નાણાને ખાનગી હાથમા મુકી રહી છે. અમારા એશોસિએશન દ્વારા કરાયેલી અન્ય માંગણીઓમાં કોન્ટ્રાક્ટ કામદારોને કાયમી કરવા પણ માંગણી કરવામાં આવી હતી.
ચાર દિવસની સળંગ બેંક હડતાળને પગલે દાહોદ જિલ્લામા પણ ખાસી એવી અસર પડનાર છે. એક તરફ માર્ચ એન્ડીંગ ચાલી રહ્યું છે. ત્યારે બીજી તરફ માર્ચના અંતિમ તબક્કામાં આ હડતાળને પગલે દાહોદ શહેર સહિત જિલ્લાના વેપારી વર્ગ, ધંધાદારી આલમ વિગેરેના નાણાંકીય વ્યવહારો તો અટવાશે જ પરંતુ આઈટી રીટર્ન ભરનાર લોકો પણ મુંઝવણમાં મુકાયા છે. સળંગ ચાર દિવસની રજાઓને પગલે દાહોદ જિલ્લાની કરોડોનું ટ્રાન્જેક્શન અટવાશે તેમ કહીએ તેમા કોઈ અતિશયોક્તિ નથી. નાણાંકીય વ્યવહારો કરવામાં ધંધાદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.