
શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
ફતેપુરા કોર્ટમાં આગામી તારીખ 12 મી માર્ચના રોજ નેશનલ લોક અદાલત યોજાશે
ફતેપુરા તા.09
દાહોદ જિલ્લા અને તાલુકા કક્ષાની અદાલતોમાં આગામી તા. ૧૨ માર્ચે નેશનલ લોક અદાલત યોજાશે
આગામી તા. ૧૨ માર્ચ, શનીવારે દાહોદ જિલ્લા ન્યાયાલય અને તાલુકા કક્ષાની અદાલતોમાં નેશનલ લોક અદાલત યોજાશે. જેમાં ચેરમેન એન્ડ પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ, જિલ્લા અદાલત, દાહોદનાં અધ્યક્ષ સ્થાને અને તાલુકા કક્ષાએ દેવગઢ બારીયા, લીમખેડા, ઝાલોદ, ગરબાડા, ધાનપુર, ફતેપુરા, સંજેલી કોર્ટોમાં લોક અદાલત યોજાશે. લોકઅદાલતમાં કેસોની ઝડપી નિકાલ આવે છે અને વળતર અરજીના કિસ્સામાં અરજદારને વળતરનાં નાણાં ઝડપથી મળે છે