
રાહુલ ગારી :- ગરબાડા
*ગરબાડા તાલુકાના અભલોડ ગામે છોકરી સાથે વાતચીત અંગેની અદાવતે બે પક્ષો વચ્ચે મારામારી: ઘરમાં તોડફોડ, બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત*
અભલોડ ગામ ખાતે ઘરમાં તોડફોડ સહિત ભારે ધિંગાણું મચતાં પંથકમાં ભયનો માહોલ: બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાઇ
ગરબાડા તા.09
ગરબાડા તાલુકાના અભલોડ ગામે છોકરી સાથે વાતચીત કરવા મામલે અને અગાઉના ઝઘડાની અદાવતે બે પક્ષો વચ્ચે થયેલ મારામારીના બનાવોમાં બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી તેમજ ઘરમાં તોડફોડ સહિત ભારે ધિંગાણું મચતાં પંથકમાં ભયનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો.
ગરબાડા તાલુકાના અભલોડ ગામે ગામતળ ફળિયામાં રહેતાં યુવરાજકુમાર ભરતભાઈ ભરવાડે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, ગત તા.૦૮મી માર્ચના રોજ ગામમાં રહેતાં કનૈયાભાઈ હીરાભાઈ રાઠોડ, પંકજભાઈ ચુનીયાભાઈ નગોતા, રોનકભાઈ હીરાભાઈ રાઠોડ, પીન્કેશભાઈ સુરેશભાઈ ગળીયા અને શૈલેષભાઈ નારણભાઈ નગોતા દ્વારા છોકરી સાથે વાતચીત કરવા મામલે ગેરકાયદે મંડળી બનાવી યુવરાજભાઈના ઘરે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તુ મારી સગાઈ કરેલ છોકરી સાથે કેમ વાતચીત કરે છે, તેમ કહી એકદમ ટોળુ ઉશ્કેરાઈ જઈ યુવરાજભાઈને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ઈજાગ્રસ્ત યુવરાજભાઈ ભરતભાઈ ભરવાડે જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે સામાપક્ષેથી ગરબાડા તાલુકાના અભલોડ ગામે ગામતળ ફળિયામાં રહેતાં હિરાભાઈ રામાભાઈ રાઠોડે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, ગત તા. ૦૮મી માર્ચના રોજ ગામમાં રહેતાં ધનજીભાઈ સેવાભાઈ નગોતા, ભારતભાઈ ધનજીભાઈ નગોતા, અમરાભાઈ સેવાભાઈ નગોતા, ઉમેશભાઈ ધનજીભાઈ નગોતા, યુવરાજભાઈ ભરતભાઈ નગોતા, નારણભાઈ સેવાભાઈ નગોતા, જેસીંગભાઈ રૂપાભાઈ નગોતા, શૈલેષભાઈ જેસીંગભાઈ નગોતા, ઉમેશભાઈ પ્રતાપભાઈ નગોતા, બાબુભાઈ રૂપાભાઈ નગોતા, હરેન્દ્રભાઈ બાબુભાઈ નગોતા અને પ્રેમજીભાઈ કચરાભાઈ નગોતાનાઓએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી હીરાભાઈના ઘરે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી અગાઉના ઝઘડાની અદાવત રાખી ઘરમાં ટોળુ ઘુસી જઈ તોડફોડ કરી હીરાભાઈને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડતાં આ સંબંધે ઈજાગ્રસ્ત હીરાભાઈ રામાભાઈ રાઠોડે જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે બંન્ને પક્ષોની ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.