બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તથા ઝાલોદ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં વાગ્ધારા સંસ્થા દ્વારા બાળ સપ્તાહ દિવસની ઉજવણી કરવામાં આવી.
મજોર વર્ગના બાળકો તથા પરિવારોને ક્ષમતા વર્ધન કરવાની સાથે બાળ શ્રમથી મુક્ત કરવા વાગ્ધારા સંસ્થા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
છ થી 14 વર્ષના ટોપ આઉટ બાળકોને શિક્ષણની મુખ્ય ધારાઓ સાથે જોડવા અને યુવાનોને ઓફિસિયલ કોર્સ સાથે જોડવાની સંસ્થા દ્વારા કામગીરી કરવામાં આવે છે.
સુખસર,તા.17
આજ રોજ તારીખ 17 નવેમ્બર- 2022 ના રોજ વાગ્ધરા સંસ્થા બાસવાડા દ્વારા પોતાના મુખ્ય ઉદ્દેશ દાહોદજિલ્લામાં ઔપચારિક મુલાકાત
અનૌપચારિક ઢાંચાને સુદ્રઢ બનાવવા અને આર્થિક રીતે નબળા વર્ગના બાળકો તથા પરિવાર ને ક્ષમતા વર્ધન કરવાની સાથે બાળ શ્રમથી મુક્તિ કરાવવા માટે દાહોદ જિલ્લાના ઝાલોદ અને ફતેપુરામાં તાલુકામાં ચલાવવામાં આવતી સાચા બચપણ થીમ અંતર્ગત બાળ સપ્તાહ દિવસ અંતર્ગત ફતેપુર તાલુકાના પટીસરા, વાસીયાકુઈ ,ઘાણીખુટ ,નાની ઢઢેલી તથા ઝાલોદ તાલુકાના ધેસવા, રાયપુરા,થેરકા, છાસિયા, ઘોડીયા ,ભીમપુરી અને વગેલા વિગેરે ગ્રામ્ય વિસ્તાર ની પ્રાથમિક શાળાઓમાં બાળ સપ્તાહ દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે.જેમાં બાળકોને વિવિધ પ્રતિયોગીતાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં પ્રાર્થના , દોરડા ખેંચ ,ખો-ખો ,વાઘ બકરી , જેવી રમતોના માધ્યમથી બાળકો સાથે ગતિ વિધિ કરવામાં આવી રહી છે.સાથે બાળ સપ્તાહ દિવસ અવસર પર બાળ દિવસ કેમ મનાવવામાં આવે છે?અને આ દિવસનું શું મહત્વ છે?તે આ વિશે વિસ્તારથી સમજણ આપવામાં આવી હતી.સંસ્થાના ક્ષૈત્રીય સહજકર્તા ગીરીશભાઈ પટેલને બાળકો અને બાળકોના અભિભાવકોને શિક્ષણના મુખ્ય ઉદ્દેશ અને શિક્ષણના ફાયદાની જાણકારી આપી હતી.ગીરીશભાઈ પટેલ દ્વારા સાચું બાળપણ ,સાચી ખેતી અને સાચા સ્વરાજ થીમ અંતર્ગત આ ગામોમાં બાળકોના સ્વાંગી વિકાસ અને લોકજાગૃતિ કરવા માટે વિભિન્ન પ્રકારની ગતિવિધિનું આયોજન કરવામાં આવી રહ્યું છે.તેની સાથે બાળકોના અધિકારોને લઈને કામ કરવામાં આવે છે.તેવી જાણકારી આપી તેમજ સાથે-સાથે 6 થી 14 વર્ષના ડ્રોપ આઉટ બાળકોને શિક્ષણની મુખ્ય ધારાઓ સાથે જોડવા અને યુવાઓને ઓફિસિયલ કોર્ષ સાથે જોડવાનું કામ કરવામાં આવે છે.જેથી ગામમાં જાગૃતતાની સાથે-સાથે શિક્ષણ પ્રત્યે સકારાત્મક બનવા તૈયાર થશે. ગ્રામ્ય સ્તરે બાળ સુરક્ષા સમિતિનું ગઠન ગ્રામ સ્તર પર કરવામાં આવે છે.બાળ સપ્તાહ દિવસ તારીખ 14 થી 20 નવેમ્બર સુધી ઉજવવામાં આવશે.આ કાર્યક્રમમાં પારસીગભાઈ રાવત,કૈલાસબેન ગરાસીયા, જયંતીભાઈ ગરાસીયા,કાળુભાઈ સંગાડા સવાભાઈ ડામોર તથા જે-તે શાળાના શિક્ષક અને શિક્ષિકાઓએ પણ ઉપસ્થિત રહી બાળ સપ્તાહ કાર્યક્રમ સફળ બનાવવામાં મદદરૂપ થયા હતા.