Friday, 19/04/2024
Dark Mode

સંતરામપુરથી લુણાવાડા-ગોધરા તરફ કતલખાને લઇ જતી મારુતિ સ્વીફ્ટ ગાડી પલ્ટી મારતા બે ગોવંશના મોત

સંતરામપુરથી લુણાવાડા-ગોધરા તરફ કતલખાને લઇ જતી મારુતિ સ્વીફ્ટ ગાડી પલ્ટી મારતા બે ગોવંશના મોત

તા.૨૩

સંતરામપુર થી લુણાવાડા-ગોધરા તરફ કતલખાને લઇ જતી મારૂતિ સ્વિફ્ટ ગાડી પલટી મારતા બે ગૌવંશ ના મોત

પંચમહાલ-ગોધરા રેન્જ વડા શ્રી એમ.એસ. ભરાડા સાહેબ નાઓએ જીલ્લામાં બનતી ગુના-ખોરી અટકાવવા સૂચના કરતા મહિસાગર જીલ્લાના ગૌપ્રેમી પોલીસ અધિક્ષક શ્રી ઉષા રાડા સાહેબે કતલખાને જતી ગૌવંશની પ્રવૃતીને અટકાવવા કાયદેસરની કડક અમલવારી કરવા સૂચના કરતા ગૌરક્ષક નાયબ પોલીસ અધીક્ષક શ્રી એન.વી.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી એચ.એન.પટેલ એલ.સી.બી મહિસાગર-લુણાવાડા તથા એલ.સી.બી સ્ટાફના અહેકો કિર્તીપાલસિંહ પર્વતસિંહ તથા સંતરામપુર પો. સ. ઇ. શ્રી એમ.કે. ખાટ સાહેબ સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા દરમ્યાન એક મારૂતી સ્વીફ્ટ ગાડી ગોધર-સરસણ પાટીયા નજીક પલ્ટી ખાઇ જવાની માહિતી મળતા ઘટના સ્થળ ઉપર મહીસાગર પોલીસ તાત્કાલીક પહોચી મારૂતી સ્વીફ્ટ ગાડીમાં ચેક કરતા બળદ નંગ – ર ક્રૃરતા પુર્વક દોરડાથી આંટી મારી બાંધી એકબીજા ઉપર પડેલા જણાયેલ હોય તેમજ ગાડીમાં ઘાસચારા કે પાણી, માટીની સગવડ રાખેલ ન હોય અને બળદને ચેક કરતા બળદ મરણ ગયેલ હાલતમાં હોય જેથી આ બળદો અંગે પૂછપરછ કરતા કયાથી કયા લઇ જવાના છે તે બાબતે કોઇ આધાર પરમીટ રજુ કરેલ નહી અને (૧) સલમાન યામીન હસન રહે – ઇદગાહ મહોલ્લા, ગોધરા વાહનના ચાલક ડ્રાઇવરે જણાવેલ કે આ બળદ (૨) સબ્બીર યાસીનભાઇ મલીક રહે – સિકોતરા , રહેમતનગર જી.ઇ.બી. બોર્ડ પાસે ગોધરા તથા (૩) મુસ્તાકભાઇ જેના બાપના નામની ખબર નથિ જે રહે – સાતપુલ, ઓઢા, ગોધરાના હોવાનુ જણાવેલ. જેથી મોબાઇલ ફોન – ર કિ.રૂા.૧૫૦૦/- તથા મારૂતિ સ્વીફ્ટ ગાડીની કિ. રૂા. ૪,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂા. ૪,૦૧,૫૦૦/- સાથે વાહનનો અકસ્માત કરી બળદ નંગ – ૦૨ ના મોત નીપજાવી ગુનો કરેલ હોય જેથી તેઓના વિરૂધ્ધમાં ઇ.પી.કો. કલમ ૨૭૯, ૩૩૭, ૪૨૯ તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ તથા ધી ગુજરાત પ્રાણી ક્રૃરતા નિવારણ અધિનીયમ ૧૯૬૦ની કલમ ૩ (૧૧) (ઘ) (ચ) (ક) (ઝ) (ડ) તથા પશુ સંરક્ષણ સુધારા અધિનીયમની કલમ ૫,૬,૮ તથા પશુ સંરક્ષણ સુધારા અધિનીયમ – ર૦૧૭ની કલમ ૬(એ) તથા ૬(બી) તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટિ એક્ટ કલમ ૩, ૭ મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

એમ.ઓ. – પકડાયેલ આરોપીના કપડા ડબલ જોડી પહેરેલ હતા અને ઘટના સ્થળ ઉપરથી મંકી કેપ પણ મળેલ હતી. જે આ કેપનો ઉપયોગ સી.સી.ટી.વી. કેમેરા તથા પોલીસની બાજ નજરથી બચવા માટે આ કપડા અને મંકી કેપનો ઉપયોગ કરવામાં આવતો હતો.

error: Content is protected !!