સુમિત વણઝારા
ધાનપુર તાલુકાના કોટુંબી ગામે એક્સપાયરી ડેટવાળી બંદૂકથી લગ્ન પ્રસંગમાં ફાયરિંગ:પોલીસ ફરિયાદ નોંધાઈ…
દાહોદ તા.૨૬
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કોટંબી ગામે એક ઈસમ દ્વારા પોતાના પૌત્રના લગ્ન પ્રસંગમાં મુદત પુરી થયાંની લાયસન્સવાળી બંદુકથી જાહેરમાં હવામાં ફાયરીંગ કર્યાંની ઘટનાને પગલે આ વિડીયો વાયુવેગે સોશિયલ મીડીયામાં ફેલાઈ જતાં મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ધાનપુર પોલીસે ઈસમ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગત તા.૨૧મી મેના રોજ કોટંબી ગામે કાચલા ફળિયામાં રહેતાં ૬૫ વર્ષીય ભારૂભાઈ ભેમાભાઈ ખાબડના પૌત્રના લગ્ન હોઈ અને જેમાં ભારૂભાઈએ પોતાની પાસે રહેલ હથિયાર જેની લાયસન્સ મુદત તારીખ ૩૧.૧૨.૨૦૨૧ના રોજ પુર્ણ થઈ ગઈ હોય અને તેના વડે લગ્ન પ્રસંગમાં જાહેરમાં હવામાં બેદરકારી પુર્વક ફાયરીંગ કરતાં લગ્ન પ્રસંગમાં હાજર તમામ લોકો એકક્ષણે સ્તબ્ધ થઈ ગયાં હતાં અને આ સમગ્ર ઘટનાનો વિડીયો કોઈકે પોતાના મોબાઈલ ફોનમાં ઉતારી સોશીયલ મીડીયામાં વાઈરલ કરી દેતાં જાેતજાેતમાં વિડીયો સોશીયલ મીડીયામાં જિલ્લા ભરમાં વાઈરલ થઈ ગયો હતો અને આ વિડીયો પોલીસને પણ મળતાં પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ વિડીયોના આધારે તપાસનો ધમધમાટ આરંભ કરતાં આ વિડીયો ધાનપુર તાલુકાના કોટંબી ગામનો હોવાનું સામે આવ્યું હતું અને આ સંબંધે ધાનપુર પોલીસે ભારૂભાઈ ખાબડ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.