
ધાનપુરના અગાસવાણી ગામે કારમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો, પોલીસને જોઈ બુટલેગરો ફરાર..
દાહોદ તા.૦૯
દાહોદ જિલ્લાના ધાનપુરના અગાસવાણી ગામેથી દાહોદ એલસીબી પોલીસે એક ઈકો ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂનો કુલ રૂપિયા 1,27,680/-નો જથ્થો ઝડપી પાડ્યો હતો. તેમજ સ્થળ પરથી એક મોટરસાયકલ મળી બે વાહનો કબજે કરી પોલીસે કુલ રૂપિયા 5,27,680/- નો મુદ્દામાલ જપ્ત કર્યા હતો, જ્યારે પોલીસને ચકમો આપી ત્રણથી વધુ ઈસમો ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા.
ધાનપુર તાલુકાના અગાસવાણી ગામે અંતરિયાળ વિસ્તારમાં એક ઇકો ફોર વ્હીલર ગાડીનો ચાલક ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ઉભેલ હોવાની વાતની દાહોદ એલસીબી પોલીસને મળી હતી, અને આ વિદેશી દારૂનો જથ્થો એક મોટરસાયકલ ચાલક લેવા આવવાનો હોવાની પણ પોલીસને બાતમી મળતા દાહોદ એલસીબી પોલીસ તરત સ્થળ પર પહોંચી ગઈ હતી, જ્યાં પોલીસને જોઈ સ્થળ પર ઉભેલ સતિષ અમરસિંહ ડામોર રહે. આકાશવાણી લદોડિયા ફળિયા, તા.ધાનપુર, જી.દાહોદ, શુક્રમ છગન તડવી રહે. આકાશવાણી તળાવ ફળિયા, તા.ધાનપુર, જી.દાહોદ તથા તેમની સાથેના અન્ય ઈસમો પોલીસને ચકમો આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા, પોલીસે ઇકો ફોરવ્હીલર ગાડીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ તથા બિયરની કુલ બોટલો નંગ.960 જેની કિંમત રૂપિયા 1,27,680/- ના પ્રોહિ જથ્થા સાથે ફોરવીલર ગાડી તથા એક મોટરસાયકલ મળી કુલ રૂપિયા 5,27,680/- નો મુદ્દામાલ પોલીસે કબજે કરી આ સંબંધે પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.