ધાનપુર તાલુકાના ઉમરીયા ગામેથી એલસીબીએ દેશી બનાવટના કટ્ટા સાથે એકને ઝડપ્યો..
ધાનપુર તા. ૨૩
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઉમરીયા ગામેથી દાહોદ એલસીબી પોલીસે એક ઈસમ પાસેથી દેશી હાથ બનાવટો કટ્ટો નંગ.૧ તેમજ ત્રણ જીવતા કારટીસ મળી કુલ રૂા.૨૧૫૦ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડી ઝડપાયેલ ઈસમને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
ધાનપુરના ઉમરીયા ગામે ડેમ ફળિયામાં રહેતાં રવિન્દ્રકુમાર નાનસીંગ બારીયા ગત તા.૨૨મી નવેમ્બરના રોજ ઉમરીયા ગામ તરફ જતાં રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદ એલસીબી પોલીસે ઉપરોક્ત સ્થળ વોચ ગોઠવી ઉભા હતાં ત્યારે પોલીસે ઉપરોક્ત યુવકને જાેતાની સાથે તેની અટકાયત કરી તેની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે તેની અંગ ઝડતી કરતાં તેની અંગ ઝડતીમાંથી પોલીસે એક દેશી હાથ બનાવટનો કટ્ટો તેમજ ત્રણ જીવતા કારટીસ મળી પોલીસે કુલ રૂા.૨૧૫૦નો મુદ્દામાલ કબજે કરી આ દેશી હાથ બનાવટનો કટ્ટો તેમજ જીવતા કારટીસ કર્યા લાવ્યોની પોલીસે પુછપરછ કરતાં ઉપરોક્ત ઝડપાયેલ ઈસમ રવિન્દ્રકુમાર નાનસીંગભાઈ બારીયાએ જણાવ્યું હતું કે, ત્રણ વર્ષ અગાઉ મરણ પામેલ પોતાના દાદાજી મંગળસિંહ રામજીભાઈ બારીયા પાસેથી લાવ્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું.
આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.