સુમિત વણઝારા
સીંગવડ તાલુકાના પસાયતા ગામ સીંગવડ તાલુકાના પસાયતા ગામે બાઈક ચાલકે બે રાહદારીઓને અડફેટે લીધા:એકનું મોત, ઈક ઈજાગ્રસ્ત..
દાહોદ તા.૨૬
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના પસાયતા ગામે રસ્તાની સાઈડમાં મોટરસાઈકલ લઈ ઉભેલા બે યુવકોને સામેથી આવતી એક મોટરસાઈકલના ચાલકે અડફેટમાં લેતાં એકનું મોત નીપજ્યાંનું જ્યારે એકને શરીરે ઈજાે પહોંચ્યાંનું જાણવા મળે છે.
ગત તા.૨૪મી મેના રોજ સીંગવડ તાલુકાના વણઝારીયા ગામે રહેતાં અર્જુનભાઈ તથા સચીનભાઈ જશવંતભાઈ પટેલ બંન્ને પોતાના કબજાની એક મોટરસાઈકલ સાથે પસાયતા ગામે રસ્તાની સાઈડમાં ઉભા હતાં. આ દરમ્યાન સામેથી અન્ય એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રસ્તાની સાઈડમાં ઉભેલા અર્જુનભાઈ અને રાહુલભાઈને જાેશભેર ટક્કર મારતાં અર્જુનભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન અર્જુનભાઈનું મોત નીપજ્યું હતું જ્યારે રાહુલભાઈને શરીરે ઈજાઓ પહોંચતાં તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ સંબંધે સીંગવડ તાલુકાના વણઝારીયા ગામે રહેતાં અમરસીંગભાઈ મોતીભાઈ પટેલે રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.