Thursday, 13/03/2025
Dark Mode

દાહોદ જિલ્લાના ધાનપુર ગામે પોલિસે કતલખાને લઈ જવાથી 4 પશુધનને બચાવી લીધી: પોલીસને ચકમો આપી ત્રણ વ્યક્તિઓ ફરાર થયા 

દાહોદ જિલ્લાના ધાનપુર ગામે પોલિસે કતલખાને લઈ જવાથી 4 પશુધનને બચાવી લીધી: પોલીસને ચકમો આપી ત્રણ વ્યક્તિઓ ફરાર થયા 

નીલ ડોડીયાર :- દાહોદ 

દાહોદ જિલ્લાના ધાનપુર ગામે પોલિસે કતલખાને લઈ જવાથી 4 પશુધનને બચાવી લીધી: પોલીસને ચકમો આપી ત્રણ વ્યક્તિઓ ફરાર થયા

દાહોદ તા.૦૪

 દાહોદ જિલ્લાના ધાનપુર ગામે એક પીકઅપ ગાડીમાં ક્રુરતા પુર્વક ૦૪ ભેંસોને કતલખાને લઈ જતાં હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે આ ગાડીનો પીછો કર્યાે હતો અને પોલીસને જાેઈ પીકઅપ ગાડીમાં સવાર ચાલક સહિત ત્રણ જણા નાસી જવામાં સફળ રહ્યાં હતાં ત્યારે પોલીસે ૧,૨૦,૦૦૦ની કિંમતની ચાર ભેંસો મળી પીકઅપ ગાડી મળી કુલ રૂા. ૫,૨૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.

 ગત તા.૦૩ મેના રોજ પીકઅપ ગાડીનો ચાલક શોએબ ઈસુબ ચાંદા (મુસ્લીમ, રહેદેવગઢ બારીઆ, કાપડી) ગાડીમાં સવાર અયુબભાઈ ઈસુબભાઈ પટેલ (રહે.કાપડી, દેવગઢ બારીઆ) અને સબ્બીરભાઈ (રહે.ભાભરા, મધ્યપ્રદેશ) આ ત્રણેય જણા પીકઅપ ગાડીમાં ચાર જેટલી ભેંસોને ઢસોઢસ ભરી કતલખાને લઈ જતાં હતાં. ભેંસોને ગાડીમાં ન તો કોઈ ઘાસ, ચારો કે પાણીની સુવિધા પુરી ન પાડી ક્રુરતા પુર્વક બાંધી રાખી હતી. આ અંગેની બાતમી ધાનપુર પોલીસને મળતાં પોલીસે ધાનપુર નગરમાં વોચ ગોઠવી ઉભી હતી અને આ ગાડી ત્યાંથી પસાર થતાં તેનો પીછો કરતાં ઉપરોક્ત ત્રણેય જણાએ પોલીસને જાેઈ ગાડી સ્થળ પર મુકી નાસી જતાં પોલીસે ગાડીમાંથી ચાર ભેંસો કિંમત રૂા.૧,૨૦,૦૦૦ અને ગાડીની કિંમત મળી કુલ રૂા.૫,૨૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી ત્રણેય જણા વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

—————————————-

error: Content is protected !!