
વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા
ફતેપુરા તાલુકામાં વરસાદ ખેચાતા જગતનો તાત ચિંતિત
મોંઘા ભાવના બિયારણ લાવી વાવેતર કરી દેતા બિયારણ નિષ્ફળ જવાના આરે
ફતેપુરા તા.24
સમગ્ર ગુજરાતમાં ચોમાસાનુ આગમન થઇ ગયું છે.ત્યારે કોઈક જગ્યાએ મુશળધાર વરસાદ તો કોઈક જગ્યાએ ધીમીધારે વરસાદ વરસ્યો હતો.પરંતુ વરસાદે લાંબો વિરામ લઇ લેતા જગતનો તાત ચિંતિત બન્યો છે.
ફતેપુરા તાલુકામાં ઓછાવત્તો વરસાદ વરસ્યો હતો. ઓછા વરસાદમાં પણ ખેડૂતોને વધુ વરસાદ વર્ષશે તેવી ધારણા સાથે ખેડુતોએ મોંઘા ભાવના બિયારણ લાવી વાવેતર કરી દેવામાં આવ્યું હતું.પરંતુ વરસાદ લાંબો વિરામ લઇ લેતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફળી ફરી વળ્યું હતું.
ફતેપુરા તાલુકામાં મકાઇ ડાંગર તુવેર રાયડો તલ અડદ સોયાબીન વગેરેની ખેતી થતી હોય છે ત્યારે મોંઘા ભાવના બિયારણો લાવી ને ખેડૂત પોતાના ખેતરમાં બિયારણ વાતો હોય છે ત્યારે વરસાદ ન વરસતા જગતના તાત પર પડ્યા પર પાટુ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે જો વરસાદ વધુ ખેંચાઈ તો ફરીથી મોંઘા ભાવના બિયારણો લાવી ખેતી કરવી પડે તેવી સ્થિતિ સર્જાય છે. આકાશમાં કાળાડિબાંગ વાદળો જોવા મળે છે પરંતુ વાદળો પણ હાથતાળી આપીને જતા રહે છે જાણે કુદરત રૂઠી ગયો કે શું ? આ કુદરત ને કોણ મનાવશે ? આ વરસાદ ક્યારે આવશે ?અનેક ધારણાઓ બાંધી ખેડૂતો પોતાના ખેતરમાં વરસાદની રાહ જોઈને બેઠા છે ખેતરમાં પાક સુકાઇ રહ્યો છે અબોલા પશુઓને ઘાસ ચારા માટે ફાફા મારવા પડી રહ્યા છે ત્યારે બજારમાં મોંઘા ભાવે મળતો ઘાસચારો ખરીદવા મજબૂર બની રહ્યા છે જો વરસાદ વધુ ખેંચાશે તો ગામડાઓમાં તેમજ બજારોમાં ચોરી લૂંટ ધાડ જેવા ગુનાહિત પ્રવૃત્તિઓ થાય તો નવાઇ નહીં ફતેપુરા તાલુકામાં સિંચાઇની પહેલેથી જ કોઈ સુવિધા નથી ત્યારે ફતેપુરા તાલુકામાં સિંચાઇ માટે કોઈ આયોજન થાય તેવી લોકમાંગ ઉઠી છે.