
રાજેશ વસાવે, દાહોદ
દાહોદ તાલુકાના રેંટિયા ગામે અજાણ્યો યુવક ટ્રેન નીચે કપાયો..
દાહોદ તા.૦૪
દાહોદ અને રેટિયા વચ્ચે રેલ્વે લાઈનમાં કોઈ ટ્રેનની અડફેટે અજાણ્યો યુવક આવતી જતાં તેમને માથાના ભાગે અને શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું ઘટના સ્થળ પર મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ગતરોજ દાહોદમાંથી પસાર થતી મુંબઈ દિલ્હી મુખ્ય લાઈન ઉપર રાત્રીના કે સવારના સમયે દાહોદ અને રેટિયા વચ્ચે રેલ્વે લાઈનમાંથી રેલ્વે જી. આર. પી. પોલીસને મળેલી જાણકારી અનુસાર જેમાં દાહોદ અને રેટિયા વચ્ચે આવેલી રેલ્વે લાઈન ઉપર એક અજાણ્યા યુવકની ડેડબોડી પડી છે તેવી જાણકારી અનુસાર જી. આર. પી. પોલીસે રેટિયા લાઈન ઉપર પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે દાહોદ રેટિયા રેલ્વે લાઈન ઉપર એક ૪૦ વર્ષીય અજાણ્યા યુવકનું મોત નીપજ્યું છે અને કોઈ ટ્રેનની અડફેટે આવી જતાં તેમનું મોત નીપજ્યું હતું જેમાં હાલતો પોલીસે અકસ્માત રૂપી ગુનો નોંધી તેની મૃતદેહને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી આપી તેના પરિવારની શોધખોળ આદરી હતી.