Monday, 27/06/2022
Dark Mode

દાહોદ તાલુકાના ડોકી ગામે ફોરવીલ ગાડીના ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લીધા: પતિનું મોત,પત્ની ઇજાગ્રસ્ત

May 17, 2022
        298
દાહોદ તાલુકાના ડોકી ગામે ફોરવીલ ગાડીના ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લીધા: પતિનું મોત,પત્ની ઇજાગ્રસ્ત

દાહોદ તાલુકાના ડોકી ગામે ફોરવીલ ગાડીના ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લીધા: પતિનું મોત,પત્ની ઇજાગ્રસ્ત

દાહોદ તા.૧૭

દાહોદ તાલુકાના ડોકી ગામે એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલ એક દંપતિને અડફેટમાં લેતાં એકનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

ગત તા.૧૫મી મેના રોજ દાહોદ તાલુકાના ઉસરવાણ ગામે ટીંડોરી ફળિયામાં રહેતાં પંકજભાઈ સુરમાલભાઈ નિનામા તથા તેમની સાથે રોશનીબેન એમ બંન્ને જણા પેથાપુર ગામેથી લગ્ન પ્રસંગ પતાવી પરત પોતાના ઘરે આવી રહ્યાં હતાં. આ દરમ્યાન એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી પંકજભાઈની મોટરસાઈકલને અડફેટમાં લેતાં પંકજભાઈ તથા તેમની પત્નિ રોશનીબેને એમ બંન્ને જણા મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં. બંન્ને ઈજાગ્રસ્ત દંપતિને સારવાર અર્થે તાત્કાલિક નજીકના દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન પંકજભાઈનું મોત નીપજ્યું હતું જ્યારે તેમની પત્નિ રોશનીબેન હાલ પણ દવાખાનામાં સારવાર લઈ રહી છે.

આ સંબંધે દાહોદ તાલુકાના ઉસરવાણ ગામે ટીંડોરી ફળિયામાં રહેતાં ભરતભાઈ મતાભાઈ નિનામા દ્વારા દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

———————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!