
સિંગવડ તાલુકામાં વાસનામાં કામાંધ બનેલા ઈસમે પરિણીતાના ઘરમાં ઘૂસી ઇજ્જત લેવાનો કર્યો પ્રયાસ.
દાહોદ તા.૧૭
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના પરમારના ડુંગરપુર ગામે એક પરણિતાનો એકલતાનો લાભ લઈ એક ઈસમ દ્વારા પરણિતાની છેડતી કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ગત તા.૧૦મી મેના રોજ પરમારના ડુંગરપુર ગામે રહેતો જયેશભાઈ સુરસીંગભાઈ પરમારે સીંગવડ તાલુકામાં રહેતી એક પરણિતાના ઘરે આવી તેણીનો એકલાતાનો લાભ લઈ પરણિતા જ્યારે પોતાના ઘરમાં ઉંઘતી હતી તે સમયે તેને ઉંઘમાંથી જગાડી તેણીની ખેંચતાણ કરી હતી અને ઈજ્જત લેવાની કોશિષ કરતાં પરણિતાએ બુમાબુમ કરી મુકતાં જયેશભાઈએ પરણિતાને લાપટો, ઝાપટો મારી ઈજાઓ પહોંચાડી નાસી જતાં આ સંબંધે છેડતીનો ભોગ બનેલ પરણિતા દ્વારા રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
——————————